Home »NRG »USA» Grand Wedding Of Tanvi Ajmera And Harsh Niser Held Five Day

3 મહિને બન્યો’તો રિસેપ્શનનો ભવ્ય સેટ, ગુજરાતીના 5 દિવસના લગ્નનો વૈભવ

divyabhaskar.com | Nov 23, 2016, 16:43 PM IST

અમદાવાદ:ગુજરાતી અને ભારતીય લોકો લગ્નના ખર્ચા અને ગ્રાન્ડ વેડિંગ માટે કંઈને કઈ નવું કરતા હોય છે. પોતાની સંસ્કૃતી, ભોજન, મ્યુઝીક, ફેશન, આર્ટ તેમજ લગ્ન માટે પાણીની જેમ ખર્ચો કરતા ગુજરાતીઓ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે. તાજેતરમાં આશરે 500 કરોડ રૂપિયાના ખર્ચે કર્ણાટકના ભાજપ આગેવાનના ઘરે યોજાયેલા લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. આવી જ રીતે 2014માં ગુજરાતી અજમેરા પરિવારમાં યોજાયેલા લગ્ન પણ ચર્ચામાં રહ્યાં હતા.
3 મહિને બન્યો’તો રિસેપ્શનનો ભવ્ય સેટ, ગુજરાતીના 5 દિવસના લગ્નનો વૈભવ

પાંચ દિવસ સુધી આયોજન કરાયેલા અજમેરા પરિવારની તન્વીના લગ્નનો સેટ ભવ્ય બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2014માં યોજાયેલા અજમેરા પરિવારની તન્વી અને મુંબઈના બિઝનેસમેન હર્ષ નીસેરના લગ્નના રિસેપ્શન માટેનો સેટ બનાવતા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હોવાનું કહેવાય છે. આ લગ્ન ગ્રાન્ડ ફીનાલે સમાન રિસેપ્શન માટે Las Vegasના વેનેરીયન થીમ પર 100 એકરમાં સેટ તૈયાર કરવામાં આવ્યો હતો.

- કેવા હતા ભવ્ય લગ્ન

- તન્વી અને હર્ષના લગ્નના કપડાથી માંડીને શણગાર, સહિતની લગ્ન સંબંધીત વસ્તુ ચર્ચામાં રહી હતી.
- પાંચ દિવસ યોજાયેલા આ લગ્નમાં સ્ટાર નાઈટ, ગરબા નાઈટ, સંગીત, ગ્રાન્ડ વેડિંગ અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- પાંચ દિવસના આ લગ્નમાં રાજકીય હસ્તીઓ સહિતના મહેમાનોએ હાજરી આપી હતી.

(તસવીરો- Flgoe studios)
આગળ વાંચો સ્ટાર નાઈટ, ગરબા નાઈટ, રિસેપ્શન અને લગ્ન વિશે....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Grand Wedding of Tanvi Ajmera And Harsh Niser Held Five Day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended