Home »NRG »USA» Gay Wedding Of Gujarati Doctor Nirav Sheth And Anniruddh Hajra

10 વર્ષનો પ્રેમ:ગરબા-સંગીત સાથે આવો હતો ગુજરાતી ડૉક્ટરના ગે વેડિંગનો માહોલ

divyabhaskar.com | Feb 27, 2017, 16:54 PM IST

એનઆરજીડેસ્ક:‘ગે મેરેજ’ અંગે અમેરિકામાં ભારત કરતા કાયદો અને લોકોનો દ્રષ્ટિકોણ અલગ જોવા મળે છે. ભારતમાં ગે મેરેજનું આયોજન થાય તો મોટાભાગે દરેક જગ્યાએ તેઓને વિરોધનો સામનો કરવો પડે છે. જેની સામે ફોરેન કન્ટ્રીમાં આ તમામ બાબતો આજે સામાન્ય બની છે. મૂળ વડોદરાના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા કમલેશ અને શ્રેયા શેઠના પુત્ર ડૉ. નિરલના બંગાળી યુવાન ડૉ.અનિરૂદ્ધ હાજરા સાથે ગત વર્ષે યોજાયેલા ગે મેરેજની ભારે ચર્ચા થઈ હતી. બન્ને ગે ડોક્ટરની 10 વર્ષ લાંબી રિલેશનશિપ બાદ પરિવારજનોની મંજૂરીથી શિકાગોના સાલ્વેજ વન ઈવેન્ટ પ્લેસ પર ધામધૂમથી યોજાયેલા આ અનોખા ગે લગ્નમાં ગુજરાતી અને બંગાળી પરંપરાનો ટચ જોવા મળ્યો હતો.

કોણ છે નિરલ શેઠ અને અનિરૂદ્ધ હાજરા

- ડૉ.નીરલના પિતા કમલેશ શેઠ 1990ના દાયકામાં અમેરિકા ગયા હતા અને ત્યાં જ સ્થાયી થયા હતા, તેઓ વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.
- 31 વર્ષીય ડૉ.નિરલ શેઠ રશ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં સાઇકાયટ્રીનો પ્રોફેસર છે.
- જ્યારે મૂળ બંગાળી ડૉ. અનિરૂદ્ધ રશ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ચીફ રેસિડન્ટ છે.
- નિરલ નોર્થવેસ્ટર્ન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છે અને તેણે શિકાગો કોલેજ ઑફ ઑસ્ટિપેથિક મેડિસિનમાંથી ડોક્ટરેટ કરેલું છે.
- અનિરૂદ્ધ હાજરાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી મેળવી છે.

આગળ વાંચો કેવી રીતે થઈ સંબંધોની શરૂઆત? કેવો હતો ગે લગ્નનો માહોલ....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gay Wedding of Gujarati Doctor Nirav Sheth And Anniruddh Hajra
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended