Home »NRG »USA» Gaurav G Patel From An Indian Village To NC Restaurateur Of The Year

US:એક સમયે આ પટેલ નહોતો બોલી શકતો અંગ્રેજી,આજે રેસ્ટરટર ઓફ ધ યરનું સન્માન

divyabhaskar.com | Feb 14, 2017, 13:01 PM IST

  • 10 વર્ષની ઉંમરે કે જ્યારે ગૌરવ અંગ્રેજી બોલી નહોતો શકતો ત્યારે પહોંચ્યો હતો અમેરિકા
અમેરિકાઃવિદેશોમાં વસતા ગુજરાતીઓએ પોતાના બિઝનેસના કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ઉપરાંત તેમને વર્ષના અંતે અથવા પ્રારંભે વિવિધ એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે. આવા ગુજરાતી લોકોમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે ગૌરવ 'જી' પટેલનું, જેમને નોર્થ કેરોલિનાના એક અસોસિએશન દ્વારા રેસ્ટરટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 
ગૌરવ છે 6 રેસ્ટોરાં અને બારના પ્રેસિડેન્ટ

Eschelon Experiencesના ફાઉન્ડર, જેમણે રાજ્યના એક છેડેથી બીજા છેડા સુધી ત્રિકોણમાં 6 રેસ્ટોરાં અને બારનું ગ્રુપ બનાવ્યું છે, તેમને નોર્થ કેરોલિના રેસ્ટોરાં એન્ડ લૉજિંગ અસોસિએશન દ્વારા રેસ્ટરટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગૌરવ 'જી' પટેલ રેસ્ટોરાં ગ્રુપના પ્રેસિડેન્ટ છે, તેમને એન્યુઅલ સ્ટાર્ટ ઓફ ધ ઈન્ડસ્ટ્રી દરમિયાન રાજ્યની હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી રજૂ કરનાર ઓર્ગેનાઈઝેશને 6 ફેબ્રુઆરીના રોજ સન્માનિત કર્યા હતા. પટેલ અનેક બિનનફાકારક ગ્રુપ્સ સાથે સંકળાયેલા છે. 2016માં પટેલે વિવિધ કારણોસર 51 લાખથી વધારે રૂપિયાનું દાન કર્યું હતું.
 
ગૌરવ અનેક ત્રિકોણ વિજેતામાંથી એક 

ગૌરવ અનેક ત્રિકોણ વિજેતામાંથી એક છે, જેમાં નોર્થ હીલ્સમાં આવેલા હયાત હાઉસના ડેવિડ પ્રેસને લૉજિંગ મેનેજર ઓફ ધ ય; ગાઈ મર્ફી, જનરલ મેનેજર, ટોપ ઓફ ધ હીલ રેસ્ટોરાં, બ્રેવરી એન્ડ ડિસ્ટીલરી, ચેપલ હીલ, રેસ્ટોરાં મેનેજર ઓફ ધ યર; અને લાન્સ ટ્રેનરી, પ્રેસિડેન્ટ અને સીઈઓ, ગોલ્ડન કોરલ, રેલે, ગ્રીફ એન્ડ જૂન ગ્લોવરને ડિસ્ટિંગ્યુશ્ડ(અનોખી) સર્વિસ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
 
શા માટે આપવામાં આવ્યો એવોર્ડ?

ધ રેસ્ટારાં ઓફ ધ યરનો એવોર્ડ ઓનર અથવા કંપની કે જે માત્ર સકસેસફુલ નથી, પણ જેણે સમુદાય માટે ફાળો આપ્યો છે અને ફૂ઼ડ સર્વિસ ઇન્ડસ્ટ્રીની છબી સુધારી હોય તેમને આપવામાં આવ્યો છે.
 
આગળ વાંચો કોણ છે ગૌરવ પટેલ, કેવી રીતે પહોંચ્યા અમેરિકા...
(તસવીરોઃ સૌજન્ય ફેસબુક)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gaurav G Patel From an Indian village to NC Restaurateur of the Year
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended