Home »NRG »USA» Funeral Home Business In The United States Who Arrange Cremation Of Dead

ગુજરાતીઓ અમેરિકામાં મોટેભાગે કેમ વીકેન્ડમાં જ કરે છે મૃતકોના અંતિમ સંસ્કાર?

Rekha Patel | Jan 20, 2017, 15:45 PM IST

ડેલાવર-યુએસએ (રેખા પટેલ દ્વારા): ફયુનરલ એટલે મૃત્યુ પછી પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કરવા. દેશમાં સ્મશાનમાં કામ કરવું માત્ર અમુક જાતિના લોકોને હસ્તક હોય છે. જ્યારે અમેરિકામાં ફયુનરલ હોમ બીજા બધા બિઝનેસમાં નું એક ગણાય છે.
 
દેશમાં ધર્મ પ્રમાણે સમય સાચવીને ડેડ બોડીનું વિસર્જન કરવું બહુ સરળ બને છે. પરતું પરદેશ માં બધુજ વ્યવસ્થિત રીતે સમય સંજોગો પ્રમાણે કરવામાં આવે છે. અહી મૃતકનાં ક્રીમેશનમાં હાજર રહેવા માટે સગા સબંધીઓએ દૂર દુરથી આવવું પડતું હોય છે. તેમાય અહી બધાજ મોટાભાગે વર્કિંગ પીપલ્સ હોય છે માટે તેઓ વીકેન્ડમાં ફ્રી થઇ શકે છે,  અને આવા દુઃખદ પ્રસંગમાં પોતાનો સાથ આપી શકે તે માટે વધારે કરીને વીકેન્ડમાં ફ્યુનરલ રાખવામાં આવે છે. દરેક વખતે આમ કરવું જરૂરી નથી. ક્યારેક આખું વિક ડેડ બોડીને સાચવી રાખવું અઘરું પડતું હોય છે. કોસ્ટલી પણ લાગે છે આવા સમયે ચાલુ દિવસે પણ  ફ્યુનરલ રાખી દેવાય છે. માટે જરૂરી નથી વિકેન્ડમાં ફ્યુનરલ રખાય. સબંધ સાચવવા લોકો જોબ ઉપરથી અડધી રજા મુકીને કે પછી બે ત્રણ કલાકની લીવ લઈને પણ આવતા જોવા મળે છે. કારણ સારી જોબમાં આવી લીવ મળતી હોય છે.
 
અમેરિકામાં ફ્યુનરલ હોમમાં સ્ત્રી અને પુરુષો બાળકો બધા જ આવી શકે છે
 
હમણા ન્યુ જર્શીમાં રહેતા બોરસદના પરેશ સોનીનું એકાવન વર્ષની વયે અચાનક આવેલા હાર્ટએટેકથી મૃત્યુ થયું. તેઓ ન્યુ જર્શીમાં "અમી ફોટો' સ્ટુડિયો ચલાવતા હતા. ફોરોગ્રાફી માં કાબેલ એવા પરેશભાઈ ખુબજ સજ્જન વ્યક્તિ હતા. એક વાર તેમના સંપર્કમાં આવેલા તેમને ભૂલી જાય તે શક્ય નહોતું. તેમનો કાયમ હસતો ચહેરો અને મળતાવડો સ્વભાવ તેમને  બીજાઓ કરતા અલગ તારવતા હતો.
 
પરેશભાઈના અગ્નિસંસ્કાર વખતે ન્યુ ઇસ્ટ કોસ્ટમાં સ્નો સાથેનું વેધર ખુબજ ખરાબ રીતે ઠંડુ હતું. આવા ખરાબ વેધરમાં કાર ડ્રાઈવ કરવું પણ ખતરાથી ભરેલું હતું છતાં પણ તેમના અગ્નિસંસ્કાર ના દુખદ પ્રસંગે તેમના કુટુંબીજનોને સધિયારો આપવા ૩૦૦ થી વધારે લોકો હાજર રહ્યા હતાં. દરેકની આંખોમાં ભીનાશ હતી ચહેરા ઉપર દુઃખ છવાએલું જોવા મળતું. સામાન્ય રીતે દરેક જગ્યાએ મૃતકની ઉંમર અને તેના કાર્યો અને તેની શાખ પ્રમાણે ફ્યુનરલ હોલમાં સગાવહાલા અને મિત્રોની સંખ્યા જોવા મળે છે.
 
અહી ફ્યુનરલ હોમમાં સ્ત્રી અને પુરુષો બાળકો બધાજ આવી શકે છે. મૃતક માટે પ્રાર્થના કરવામાં આવે. બ્રામણ દ્વારા પૂજા કરવામાં આવે છે. નજીકના સગા તેમના વિષે થોડું કહે છે, ત્યાર બાદ બધાજ ડેડ બોડીની પ્રદક્ષિણા કરી તેને પુષ્પ અર્પણ કરે છે. છેવટે સ્વજનોના કલ્પાંત વચ્ચે તેને અગ્નિસંસ્કાર માટે લઇ જવાય છે. આ સમય બહુ કરુણ હોય છે. તેમાય જ્યારે કોઈ યુવાન વયની વ્યક્તિનું મરણ થયા ત્યારે સમજાય કે મૃત્યુનું દુઃખ અને સ્વજનોની સ્થિતિ કેવી તકલીફ આપનારી હોય છે.
 
અંદાજે રૂપિયા 2 લાખ સુધીનો થાય છે ખર્ચ
 
ન્યુ જર્શીમાં હિંદુ ફયુનરલહોમ ઘરાવતા પ્રદીપ કોઠારી સાથે થયેલી વાતચીત મુજબ થોડા વર્ષો પહેલા જ્યારે કોઈ ભારતીય હિંદુ મૃતકનો અગ્નિ સંસ્કાર કરવો હોય ત્યારે અમેરિકન ફ્યુનરલ હોમમાં તેઓ આપણા રીતરીવાજો થી અજાણ હોવાના કારણે ભારે મુશ્કેલીઓ પડતી હતી. આથી તેમને અને તેમના પાર્ટનરને વિચાર આવ્યો કે આપણે હિંદુ ફ્યુનરલ હોમની વ્યવસ્થા કરીએ, અને તેમાં તેઓ બોડીને હોસ્પિટલ માંથી લાવીને ફ્લાવર,જરૂરી વસ્તુઓ અને બ્રામણ થી લઇ ક્રીમેશન સુધીની બધીજ વ્યવસ્થા કરાવી આપે છે. જે પ્રમાણે સર્વિસ જોઇયે તે પ્રમાણે ૩૦૦૦ થી ૩૫૦૦ ડોલર (અંદાજે 2 લાખ) સુધી સામાન્ય પણે ખર્ચ આવતો હોય છે. આ એક બીઝનેસ સાથે સેવા પણ છે.
 
આગળ જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funeral Home business in the United States Who arrange cremation of Dead
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended