Home »NRG »USA» Founder Of Vistex Sanjay Shah Deal For Trump Tower Penthouse

આ ગુજરાતીએ 113 કરોડમાં ખરીદ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પનો લક્ઝુરીયસ ફ્લેટ

divyabhaskar.com | Nov 09, 2016, 13:42 PM IST

શિકાગોઃડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બનશે. આ અવસરે અમે એવા એક ગુજરાતીની વાત કરીશું જેણે 113 કરોડમાં ડોનાલ્ડ ટ્રમ્પનો લક્ઝુરીયસ ફ્લેટ ખરીદ્યો હતો. અમેરિકાના એક ટેક મલ્ટીમિલ્યોનેર ગુજરાતીએ શિકાગોની પ્રખ્યાત ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ એન્ડ ટાવરમાં 17 મિલિયન ડોલરમાં પેન્ટહાઉસ ખરીદી શિકાગોની રિયલ એસ્ટેટમાં ઈતિહાસ સર્જી દીધો હતો.
 
ગુજરાતી મૂળના Vistex ના ફાઉન્ડર અને સીઈઓ સંજય શાહે શિકાગોના રિયલ એસ્ટેટમાં સૌથી મોંઘી કિંમતનો રેસિડેન્સીયલ સોદો પાર પાડ્યો હતો. આ સોદામાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ એન્ડ ટાવરના 89માં ફ્લોર પર 14,260 સ્ક્વેર ફૂટ યુનિટના આલિશાન પેન્ટહાઉસનો સમાવેશ થાય છે. જેમાં પાંચ બેડરૂમ અને 360 ડીગ્રી વ્યૂનો સમાવેશ થાય છે. આ પહેલા શિકાગોમાં બિલ્યોનેર કેન ગ્રીફિને 2012માં પાર્ક ટાવરમાં 15 મિલિયન ડોલરનો કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. જે શિકાગો રિયલ એસ્ટેટના ઈતિહાસમાં સૌથી મોંઘો રેસિડેન્સીયલ સોદો હતો. 
 
કોણ છે સંજય શાહ?
 
સંજય શાહ એ વિઝટેક્સ ઈનકોર્પોરેશનના ફાઉન્ડર અને CEO, પ્રેસિડેન્ટ અને ચીફ આર્કિટેક્ટ છે. પ્લેટિનિયમ કન્સલટન્ટ અને લોજીસ્ટિક ડેવેલોપર સાથે SAP અમેરિકા, SAP AGમાં કામ કરી ચુક્યા છે. તેઓ 80 જેટલા SAP projectsમાં ફાળો આપી ચુક્યા છે. 1993માં SAPમાં એપ્લિકેશન કન્સલટન્ટ તરીકે જોડાયા પહેલા તેઓ કેટલાય એકાઉન્ટિંગ અને લોજિસ્ટિક કોર્પોરેશનમાં કામ કરી ચુક્યા છે. તેઓ એકાઉન્ટિંગમાં બિકોમ કરેલા છે અને ફિનાન્સમાં તેમણે એમબીએ કર્યું છે.
 
અનેક સર્ટિફિકેટ્સ ધરાવે છે સંજય શાહ?
 
સંજય શાહ CPA(સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ), CMA( સર્ટીફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ), CIA(સર્ટીફાઈડ ઈન્ટર્નલ ઑડિટર), CPIM(સર્ટીફાઈડ ઈન પ્રોડ્કશન એન્ડ ઈન્વેટરી મેનેજમેન્ટ), CISA(સર્ટીફાઈડ ઈન્ફોર્મેનશન સિસ્ટમ્સ ઓડિટર), CTL(સર્ટિફાઈડ ઈન ટ્રાન્પોર્ટેશન એન્ડ લોજીસ્ટિક) જેવા સર્ટિફિકેટ્સ પણ ધરાવે છે. 
 
પેન્ટહાઉસ બન્યું બીજું ઘર 
 
સંજયશાહ હાલમાં પોતાના પરિવાર સાથે સાઉથ બેર્રિંગટનમાં રહે છે. શાહના પત્ની અને બન્ને પુત્રીઓ માટે આ પેન્ટહાઉન્સ સેકન્ડ હોમની ગરજ સારશે. શાહની એક પુત્રી કોલેજ કરે છે જ્યારે બીજી પુત્રી પબ્લિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. શાહ પહેલા જર્મનીમાં બિઝનેસ અર્થે રહેતા હતા. શાહ ફેમેલી જર્મની અને ભારતમાં પણ એક ઘર ધરાવે છે. 
 
પરિવારને લીધે અમેરિકા પરત આવ્યા
 
સંજય શાહ 1988માં અમેરિકા આવ્યા હતાં અને પેન્સીલવેનિયાની Lehigh યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી હાંસલ કરી હતી. બાદમાં તેણે PricewaterhouseCoopers માં એકાઉન્ટન્ટ તરીકે જોબ શરૂ કરી હતી. જોકે, આ જોબમાંથી આત્મસંતોષ ના મળતા તેઓ આ નોકરી છોડીને કેનેડામાં જનરલ મોટર્સમાં જોડાયા હતાં. તેઓ શિકાગોમાં સોફ્ટરવેર પ્રોવાઈડર SAP માટે આવ્યા હતાં 1993માં તેમણે અહીં ઓફિસ શરૂ કરી હતી. બાદમાં તેઓ જર્મની ખાતેના હેડક્વાર્ટર વોલડોર્ફ પરત ફર્યા હતાં. જોકે, તેમનો પરિવાર અમેરિકા પરત ફરવા માગતો હતો. જેને પગલે શાહ ફેમેલી અમેરિકા પાછું આવી ગયું હતું.
 
આગળની સ્લાઈડમાં જુઓ, સંજય શાહના પેન્ટહાઉન્સની કેટલીક તસવીરો અને વાંચો કેટલીક રસપ્રદ વાતો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Founder Of Vistex Sanjay Shah deal for trump tower penthouse
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext