Home »NRG »USA» First Indian American Bagpipe Band Performs In Tartan Day Parade

આ છે પ્રથમ ઈન્ડિયન અમેરિકન પાઈપ બેન્ડ, ટાર્ટન ડે પરેડમાં બન્યું આકર્ષણ

divyabhaskar.com | Apr 13, 2017, 15:19 PM IST

  • સ્કોટીશ બેગ પાઈપ યુનિફોર્મ સાથે ભારતીય પરંપરાગત સંગીત રજૂ કરવામાં આવ્યું
ન્યુયોર્ક(સૂર્યકાંત જાદવા દ્વારા):8 એપ્રિલ, 2017ના રોજ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ટાર્ટન ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ અમેરિકા અન્ય 50 જેટલા બેગપાઈપ ગ્રુપ જોડાયું હતું. આ ઉપરાંત સ્કોટીશ બેગ પાઈપ યુનિફોર્મ સાથે ભારતીય પરંપરાગત સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે આ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઈપ બેન્ડ નોર્થ અમેરિકાના પ્રથમ ઈન્ડિયન અમેરિકન પાઈપ બેન્ડ તરીકે ઉભરી આવ્યું હતું. મણિનગર ગાદી સંસ્‍થાન હિન્‍દુ ધર્મ તથા સંસ્‍કૃતિને આંતરરાષ્‍ટ્રિય સ્‍તરે ઉજાગર કરવા કાર્યરત સંસ્‍થા છે. આ નોનપ્રોફીટ સંસ્થા પાઇપ બેન્‍ડ થકી પણ વિશ્વને શાંતિ તથા સમૃધ્‍ધિ બક્ષના કાર્યરત રહે છે. 
 
પાઇપ બેન્‍ડની નાઇરોબી અને લંડન ખાતેની શાખા શ્રી મુક્‍તજીવન સ્‍વામીબાપાએ જાતે કરી હતી. તેઓ UKની મુલાકાત સમયે બેન્‍ડના સંગીતનો આનંદ પણ માણતા હતા. તેમના આધ્‍યાત્‍મિક અનુયાયી પૂજ્‍ય આચાર્ય સ્‍વામીશ્રી પુરૂષોતમપ્રિયદાસજી મહારાજએ પણ તેમના પગલાને અનુસરી બોલ્‍ટન, USA તથા ભારતમાં પાઇપ બેન્‍ડની સ્‍થાપના કરી છે. 
 
ડિસેમ્બર 2015માં નાઇરોબી ખાતે પાઇપ બેન્‍ડની સ્‍થાપનાની 60મી વાર્ષિક જયંતિએ પૂજય આચાર્યશ્રીએ તમામ પાંચે પાઇપ બેન્‍ડને એક જગ્‍યાએ એકત્રિત કરી ગુરૂને શ્રધ્‍ધાંજલી આપી હતી. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: First Indian American Bagpipe Band Performs in Tartan Day Parade
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended