Home »NRG »USA» Federal Judge Throws Out Sureshbhai Patel Lawsuit Against City Of Madison

US: ફેડરલ જજે નકાર્યા સુરેશભાઈના તમામ દાવા, પોલીસ હુમલામાં થયા'તા લકવાગ્રસ્ત

divyabhaskar.com | Feb 08, 2017, 11:38 AM IST

  • સુરેશભાઈને ઈંગ્લિશ નહોતું આવડતુ અને તેઓ ઓફિસરનો આદેશ સમજી નહોતા શક્યા
એનઆરજીડેસ્કઃફેડરલ ન્યાયાધીશે સુરેશભાઈ પટેલ દ્વારા મેડિસન સિટી સામે દાખલ કરવામાં આવેલા તમામ અરજીઓ નકારી કાઢી છે. 6 ફ્રેબુઆરી 2015ના રોજ મેડિસનમાં અમેરિક પોલીસ ઓફિસરે સુરેશભાઈને પછાડી દીધા હતા. જે બાદ તેઓ પાર્શ્યલી પેરેલાઈઝ્ડ થઈ ગયા હતા. સુરેશભાઈને ઈંગ્લિશ નહોતું આવડતુ અને તેઓ ઓફિસરનો આદેશ સમજી નહોતા શક્યા.  
 
શું છે ઘટના?

6, ફેબ્રુઆરી 2015માં મેડિસન પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ સાથે થયેલી અથડામણમાં સુરેશભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાર્કરને આ ઘટના બાદ સસ્પેન્ડ કરી દેવાયો છે. પાર્કર પર નાગરિક અધિકારોના હનન આરોપ હતો. જો કે, ફેડરલ ન્યાયાધીશે સુરેશભાઈ પટેલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દીધી છે. ગત વર્ષે ફેડરલ જજે બે ટ્રાયલ બાદ પાર્કરને નિર્દોષ જાહેર કર્યો હતો. સુરેશભાઈ મૂળ ખેડા જિલ્લાના પીજ ગામના રહેવાસી છે અને ઘટનાના બે સપ્તાહ પહેલાજ તેઓ પોતાના દિકરા ચિરાગ પાસે અમેરિકા ગયા હતા.
 
કોર્ટે આ દાવાઓ ફગાવ્યા છે

- મેડિસન તેમના અધિકારીઓને યોગ્ય રીતે તાલીમ આપવામાં નિષ્ફળ નીવડી છે.
- બંધારણીય મર્યાદા પર બળ પ્રયોગ કરવો સ્પષ્ટ રીતે તાલીમનો અભાવ દેખાડે છે.
- મેડિસન બંધારણીય ઉલ્લંઘન માટે અધિકારીઓની તપાસ અને શિસ્તતા જાળવવામાં નિષ્ફળ નીવડી છે.
- વિભાગના લાસ્ટ ફોલ માટે પાર્કરની ફેરનિમણૂક એક તેની "બહાલી" જેવું હતું.
 
અંગ્રેજી ન આવડતા કરાયું ઉદધત વર્તન 

અંગ્રેજી ભાષા નહી આવડતી હોવાથી 6 ફેબ્રુ, 2015 ના રોજ વોકીંગમાં નીકળેલા સુરેશભાઈ પોલીસ ઓફિસરને જવાબો આપી નહીં શકતા તેમની સાથે ઉદધત વર્તન કરી જમીન ઉપર પછાડી દઈ ઈજા પહોંચાડવાનો આરોપી તત્‍કાલીન પોલીસ ઓફિસર એરિક પાર્કર ઉપર લગાવાયો હતો. સુરેશભાઈને અંશતઃ પક્ષધાતના ભોગ બનવું પડતા અમેરિકા સ્‍થિત ભારતીયોમાં આક્રોશ ફાટી નીકળ્‍યો હતો. જેના અનુસંધાને એરિક પાર્કર સામે માનવ અધિકારના ભંગ સબબનો કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. આ ઘટનામાં સુરેશભાઈનો પગ તૂટી ગયો હતો અને તેમના નાકમાંથી લોહી પણ નિકળવા લાગ્યું હતું. સુરેશભાઈ પાર્શ્યલી પેરેલાઈઝ્ડ થઈ હતા. હાલમાં પણ તેમની સારવાર ચાલું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Federal judge throws out Sureshbhai Patel lawsuit against city of Madison
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended