Home »NRG »USA» FBI Video Of Most Wanted Gujarati Bhadrsh Patel Allegedly Killed Wife USA

USમાં ગુજરાતી પટેલે ગણતરીની સેકન્ડમાં જ આ રીતે પાડી દીધો હતો પત્નીનો ખેલ

divyabhaskar.com | Apr 21, 2017, 10:51 AM IST

  • હત્યાના દિવસે બન્ને એક સાથે કિચનમાં હતા. ઈન્સેટમાં ભદ્રેશ અને પલક
અમેરિકાઃ2 વર્ષ પહેલાં અમેરિકાના હેનોવરમાં મૂળ અમદાવાદના ઘાટોલોડિયામાં રહેતી પલક પટેલની હત્યા થઈ હતી. પલકની હત્યા બાદથી તેનો પતિ ગાયબ છે. જેના આધારે એફબીઆઈએ શંકા વ્યક્ત કરી છે કે, પલકના પતિ ભદ્રેશ પટેલે જ તેની હત્યા કરી હોવી જોઈએ. જેના કારણે ભદ્રેશને 10 મોસ્ટ વોન્ટેડ લોકોના લિસ્ટમાં રાખ્યો છે અને તેના અંગે માહિતી આપનારને 1 લાખ ડોલરનું ઈનામ આપવામાં આવશે. એફબીઆઈએ જાહેર કરેલા વીડિયો પ્રમાણે, ભદ્રેશે ગણતરીની સેકન્ડમાં જ પલકનું ઢીમ ઢાળી દીધું હોવાનું જણાય છે. પતિ-પત્ની એ દિવસે ડંકીન ડોનટ્સ સ્ટોરના કિચનમાં એક સાથે જોવા મળ્યા હતા. કેમેરાની પહોંચથી બહાર ગયા બાદ છેલ્લે માત્ર ભદ્રેશ જ જોવા મળ્યો હતો.
 
પતિ-પત્ની સાથે કરતા હતા કામ

છેલ્લા બે વર્ષથી ફરાર ભદ્રેશ પટેલ હવે એફબીઆઈના 10 મોસ્ટ વોન્ટેડ લોકોના લિસ્ટમાં છે. ત્યારે હવે એફબીઆઈએ ભદ્રેશની માહિતી આપનારને 1 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ પહેલા આ ઈનામ 20 હજાર ડોલર રાખવામાં આવ્યું હતું. અમદાવાદના ઘાટલોડીયામાં રહેતી પલક પટેલના લગ્ન થોડા વર્ષો રાણીપમાં રહેતાં ભદ્રેશકુમાર પટેલ સાથે થયા હતા. ભદ્રેશ મૂળ વિરમગામના કાંત્રોડી ગામનો છે, લગ્ન બાદ તે પત્ની સાથે અમેરિકા સ્થાયી થયો હતો. અમેરિકામાં પલક અને ભદ્રેશ બન્ને ડંકીન ડોનટ્સ સ્ટોરમાં સાથે કામ કરતા હતા. 
 
શું છે જાહેર કરાયેલા વીડિયોમાં?

અમેરિકામાં સ્થાયી થયેલા ભદ્રેશ અને પલક વચ્ચે છાશવારે બોલાચાલી થતી હતી. આ અંગે તેમના પરિવારોજનોએ પણ સમજાવવાના પ્રયાસો કર્યા હતા, છતાં પ્રયાસો કામ આવ્યા નહોતા. એફબીઆઈના વીડિયો પ્રમાણે, હત્યા થઈ તે દિવસે પલક ભદ્રેશ સાથે સ્ટોરના કિચનમાં હતી. કેમેરાની પહોંચ સુધી ભદ્રેશ કિચનમાંથી અંદર જાય છે તેના પાછળ પલક પણ અંદર જાય છે. 40 સેકન્ડ બાદ જ્યારે કેમેરાની પહોંચમાં આવે છે ત્યારે છેલ્લે માત્ર ભદ્રેશ જ જોવા મળે છે. આમ, વીડિયો પરથી તારણ કાઢી શકાય છે કે, ભદ્રેશે ગણતરીની સેકન્ડમાં જ પલકના શરીર અનેક છરીના ઘા ઝીંકી દીધા હોવા જોઈએ.
 
ઈનામ વધારી કરાયું એક લાખ ડોલર

આ અંગે અમેરીકામાં પલકની હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ અમેરીકન પોલીસે તપાસ કરતાં ભદ્રેશનો આજે બે વર્ષ બાદ પણ કોઇ પત્તો લાગ્યો નથી. અત્યાર સુધી ભદ્રેશની માહિતી આપનારને 20 હજાર ડોલરનું ઈનામ આપવાની જાહેરાત હતી. જોકે, હવે ભદ્રેશ 10 મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં આવતાં ઈનામની રમક એક લાખ ડોલર કરવામાં આવી છે. 12મી એપ્રિલ, 2015ના રોજ પલકના માતાપિતાને ફોન પર માહિતી આપવામાં આવી હતી કે, તેમની દીકરીની અમેરિકામાં હત્યા થઈ ગઈ છે. આ માટે એફબીઆઇ ટીમે અમદાવાદ આવીને પલકના માતા-પિતાની પણ પૂછપરછ કરી હતી. 
 
આગળ વાંચોઃ છેલ્લે ક્યા જોવા મળ્યો હતો ભદ્રેશ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: FBI video of Most Wanted Gujarati Bhadrsh patel allegedly killed wife USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended