Home »NRG »USA» Elizabethtown Man Accused Of Burning 5-Year-Old With Hot Knife After She Wets The Bed

USA: માસૂમ પૌત્રીએ બેડ પર પેશાબ કરતા દાદાએ આપ્યા ડામ, પટેલ એરેસ્ટ

divyabhaskar.com | Apr 18, 2017, 11:06 AM IST

  • દાદા દ્વારા આ પ્રકારના અત્યાર વારંવાર કરવામાં આવતા
અમેરિકાઃ5 એપ્રિલના રોજ એલિઝાબેથટાઉનમાં આવેલી એક મોટેલમાં ગરમ ચપ્પુથી એક 5 વર્ષની પૌત્રીને દઝાડવાના આરોપ હેઠળ પોલીસે 58 વર્ષીય તેના દાદાનીની ધરપકડ કરી છે. પૌત્રીએ બેડ પર પેશાબ કરીને ભીનો કરી દેતા દાદાએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જાણવા મળ્યું છે.
 
શું છે સમગ્ર ઘટના?

એલિઝાબેથ ટાઉન પોલીસ ડિપાર્ટમેન્ટના ધરપકડના રિપોર્ટ અનુસાર સોમવારે, 10 એપ્રિલના રોજ પોલીસને 616 E, ડિક્સિ એવન્યૂ ખાતે આવેલી E'town મોટેલ પર બોલાવવામાં આવી હતી. પોલીસને કોઈ બાળકી સાથે દુર્વ્યવહાર થયો હોવા અંગેની માહિતી મળી હતી. 58 વર્ષીય રમણભાઈ પટેલ પીડિત બાળકીના દાદા છે. તેણે કહ્યું કે, પૌત્રીએ તેના બેડ પર પેશાબ કર્યો હતો. જેનાથી તેઓ ગુસ્સે ભરાયા હતા.
 
શું કહે છે પોલીસ વિભાગ?

પોલીસ વિભાગ પ્રમાણે, પટેલનો બેડ ભીનો થઈ જતા તેણે એક ચપ્પુ લીધું અને તેને બર્નર પર ગરમ કર્યું. બાદમાં ગરમ ગરમ ચપ્પુ વડે બાળકીને ડામ આપ્યા હતા. બાળકીના શરીર પર ડામના નિશાન જોવા મળ્યા હતા. ભોગ બનનાર બાળકી અને એક અન્ય કિશોરને સામાજિક સેવાઓ દ્વારા કાળજી રાખવામાં આવતી સંસ્થાના ઈમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
 
ફર્સ્ટ ડિગ્રી ક્રિમિનલ એબ્યુસનો આરોપ

એલિઝાબેથટાઉન પોલીસ વિભાગના જોન થોમસે કહ્યું કે,  એક 5 વર્ષની માસૂમ બાળકી એક સ્વીટ ઈન્ટેલિજન્સ બાળકી છે, તેની સાથે દાદા દ્વારા આ પ્રકારના અત્યાર વારંવાર કરવામાં આવે છે. રમણભાઈ પટેલને હાલ હાર્ડિન કાઉન્ટી અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમના પર ફર્સ્ટ ડિગ્રી ક્રિમિનલ એબ્યુસનો આરોપ લગાવવામાં આવ્યો છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Elizabethtown man accused of burning 5-year-old with hot knife after she wets the bed
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended