Home »NRG »USA» Elissa Patel Travelled 38000 Miles Across 24 Time Zones For Art

આ ગુજરાતી આર્ટીસ્ટનું હટકે છે આર્ટ, 18 દિવસમાં કર્યો 61155 કિમીનો પ્રવાસ

divyabhaskar.com | Apr 07, 2017, 12:06 PM IST

  • 9 શહેરોનો કર્યો પ્રવાસ
અમેરિકાઃ ઉપરની તસવીર છે Airbnbના સહ-સંસ્થાપક અને સીઈઓ બ્રાયન ચેસ્કીની ઈન્ડિયન-અમેરિકન ગર્લફ્રેન્ડ આર્ટિસ્ટ એલિસા પટેલની. તાજેતરમાં પટેલે પોતાની કલા માટે 61155 કિમીનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં જોઈ શકાય છે કે પટેલે જેવા કપડા પહેર્યા છે તેવા જ પ્રકારની પેઈન્ટિંગ્સ સાથે રાખી છે. જો કે, પટેલે પોસ્ટ કરેલી તસવીરો પર તેના ફોલોઅર્સ દાવો કરી રહ્યા છે કે આ તસવીરો ફોટોશોપ છે. પટેલે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પ્રમાણે તેણે બે સપ્તાહથી વધુ સમયમાં 9 શહેરોનો 61155 કિમીનો પ્રવાસ કર્યો.
 
ફોલોઅર્સે તસવીરો હોવાનું કહેતા પટેલે આપ્યો આ જવાબ

સાન ફ્રાન્સિકો સ્થિત એલિશા પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તાજેતરમાં કરેલા 61155 કિમીના પ્રવાસ અને કલાકૃતિના સ્નેપશોટ શેર કર્યા હતા. પરંતુ તેના ફોલોઅર્સમાં કેટલાક લોકો દાવો કરે છે કે, તેની આ તસવીરોની શ્રેણી, જેમાં તેની કલાકૃતિની સાથે સાથે વિવિધ સ્થળો દર્શાવવામાં આવ્યા છે, તે એડિટ કરવામાં આવ્યા છે. પટેલે તાજેતરમાં જ કેપટાઉનમાં પોતાનો પાંચ સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે, 'જે લોકો ફોટોશોપ્ડનો દાવો કરે છે તેવા લોકો માટે જવાબ.' આ વીડિયોમાં તેણે એક કલરફુલ સ્કર્ટ પહેરેલું છે અને ફ્રેમમાં ચાલે છે, જેમાં પાછળના ભાગમાં પર્વત અને તેની આગળ ચિત્રકામ માટે રાખવામાં આવેલી ઘોડી નજરે પડે છે.
 
આગળ વાંચો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરમાં શું લખ્યું પટેલે?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Elissa Patel travelled 38000 miles across 24 time zones for art
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended