Home »NRG »USA» Diwali Celebration In Canada At Sir John A. Macdonald Building

કેનેડાઃ ભારતીયો દ્વારા દિવાળીની ભવ્ય ઉજવણી, વિદેશીઓ થયા સામેલ

divyabhaskar.com | Oct 29, 2016, 12:27 PM IST

કેનેડાઃ ભારતમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા વિવિધ કાર્યક્રમો રાખીને વિદેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. કેનેડાના સર જોહ્ન એ મેકડોનાલ્ડ બિલ્ડિંગ ખાતે ભારતીયો દ્વારા દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પરંપરાગત પોશાકમાં આવેલા ભારતીયો વિવિધ કાર્યક્રમથી મંત્રમુગ્ધ થયા હતા. સેલિબ્રેશનમાં ભારતીય નૃત્ય ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. ડાન્સ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા ભારતીય નૃત્યથી એક અલગ પ્રકારનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં કેનેડામાં રહેતા ભારતીયો તથા વિદેશીઓ પણ સામેલ થયા હતા અને એકબીજાને દિવાળીની ભેટ સોગાદો આપી હતી.


આગળની સ્લાઈડ્સમાં જુઓ, દિવાળી સેલિબ્રેશનની વધુ તસવીરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali celebration in canada at Sir John A. Macdonald Building
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext