Home »NRG »USA» Diwali Celebration By Bhramin Samaj Of Georgia

જ્યોર્જિયો બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી સેલિબ્રેશન: પાર્થ-સંજયની જોડીએ જમાવ્યો માહોલ

divyabhaskar.com | Nov 08, 2016, 14:23 PM IST

જ્યોર્જિયા(રૂચિતા પટેલ દ્વારા): વિદેશમાં ભારતીયો દ્વારા શાનદાર રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સમાજ જ્યોર્જિયો દ્વારા પણ ગ્લોબલ મોલ ખાતે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્થ ઓઝા અને સંજય ઓઝાની જોડીએ બોલિવૂડ અને ગુજરાતી રોમેન્ટીંગ સોન્ગ રજૂ કર્યાં હતા. પાર્થ-સંજયની જોડીએ મધૂર કંઠે રજૂ કરેલા કેટલાક સોન્ગનું શ્રોતાઓ દ્વારા ‘વન્સ મોર’ પણ કરવામાં આવ્યું હતું. જ્યોર્જિયો બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. દિવાળી સેલિબ્રેશનના આ કાર્યક્રમમાં ભારતીય સ્વાદિષ્ઠ વાનગીઓની પણ તમામે મજા માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જ્યોર્જિયા બ્રાહ્મણ સમાજના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
 
આગળ જુઓ વધુ તસવીરો....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diwali celebration By Bhramin samaj of Georgia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended