Home »NRG »USA» Diwali Celebration At Delaware Usa By DAABA Accociation

US: ડેલાવરમાં દિવાળીનું સેલિબ્રેશન, ગુજરાતી ફૂડ, મ્યુઝીક, ડાન્સ અને ગરબાની મોજ

divyabhaskar.com | Oct 25, 2016, 11:36 AM IST

ડેલાવર(રેખા પટેલ દ્વારા): ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરતો તહેવાર માત્ર ભારતમાં જ નહિ પરંતુ ભારતની બહાર પણ રંગેચંગે ઉજવાય છે. તેની એક ઝલક અમેરિકાના ડેલાવર સ્ટેટમાં DAABA એસીસીએશન દ્વારા ઉજવાઈ ગયેલી દિવાળી પૂર્વેની દિવાળી પાર્ટી જોતા સમજાઈ જાય છે. કારણ દેશમાં આવતી દિવાળી ભલે ચાર દિવસની હોય પણ પરદેશમાં આ ઉત્સવ પંદર દિવસ ચાલે છે. તેનો આ જીવંત પુરાવો છે.
 
DAABA એટલે ડેલાવર એશિયન અમેરિકન બીઝનેસ એસોસીએશન,  જે છેલ્લા 16 વર્ષથી ડેલાવરમાં દિવાળી સેલીબ્રેટ કરી રહ્યું છે. જ્યાં આવનાર ગેસ્ટને વિના કોઈ એન્ટ્રી ફી દિવાળી સેલીબ્રેટ કરવા માટે આવકારવામાં આવે છે. ડેલાવરમાં થતો તમામ ખર્ચ DAABAના સભ્યો ઉઠાવે છે. આ એશિયન અમેરિકન તેમાંય ખાસ કરીને નાના ઇન્ડિયન બિઝનેસ ઓનર્સ દ્વારા એકઠાં થઈને બનાવામાં આવેલ એસોસીએશન છે. જેમાં બિઝનેસમાં આવતા નાનાં મોટા પ્રોબ્લેમ્સને રચાએલી કમિટી ઉકેલવાનો પ્રયત્ન કરે છે. આમ પરદેશમાં એકતા દ્વારા બિઝનેસમાં આવતી મુશ્કેલીઓનો સમાનો કરવો તેજ અહીની મુખ્ય કામગીરી છે. આ માટે ક્યારેક ગવર્મેન્ટ દ્વારા લેવાતા નિર્ણયોની સામે પણ જવું પડે છે. છતાં પણ આ એસોસીએશનને લોકલ ગવર્મેન્ટનો બહુ સારો સપોર્ટ રહ્યો છે. ઘણાં બધા પોલીટીકલ મેમ્બર્સ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા.
 
આ વખતે દિવાળી સેલિબ્રેશનમાં આશરે 350 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં પચાસ જેટલા અમેરિકન આમંત્રિત મહેમાનો સામેલ હતા. તમામે ગુજરાતી ટ્રેડીશનલ ફૂડ સાથે મ્યુઝીક, ડાન્સ અને ગરબાનો લ્હાવો લીધો હતી. આ વખતે ખાસ આકર્ષણનું કેન્દ્ર હતું, મોહિની અટ્ટમ, કથ્થક અને ભરત નાટ્યમનો ડાન્સ જે નિત્યા ડાન્સ એકેડેમી દ્વારા પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમાલ ગ્રુપનાં બાળકો દ્વારા બોલીવુડ ડાન્સ પણ મઝાનો હતો. 
 
આ દિવાળી પાર્ટીમાં દરેક વખતે બાળકોના મનોરંજનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં દરેક વખતે તેમને ગમે તેવા આર્ટીસ્ટને ખાસ બોલાવાય છે. દિવાળી એટલે રંગ દીપ અને ઉલ્લાસ જેને દેશથી દૂર રહીને પણ જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન થાય છે. અહી મળતો આટલો આનંદ એટલે સાચી દિવાળી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ડેલાવરમાં થયેલી દિવાળી સેલિબ્રેશનની વધુ તસવીરો...
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Diwali celebration at delaware usa by DAABA accociation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext