Home »NRG »USA» Diwali Celebration At Atlanta By Gujarati Samaj, About 1100 Guest Were Present

અમેરિકામાં દિવાળીની ભવ્ય ઉજવણી, અમદાવાદી મ્યુઝિક ગ્રુપે કર્યા મંત્રમુગ્ધ

divyabhaskar.com | Nov 17, 2016, 11:28 AM IST

એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા): એટલાન્ટા જ્યોર્જિયાના ગુજરાતી સમાજ દ્વારા દિવાળી તહેવારની તારીખ 12 નવેમ્બરના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી 33 હાજર સ્ક્વેર ફૂટમાં પથરાયેલા સરદાર પટેલ ભવન ખાતે કરવામાં આવી હતી, જે અમેરિકામાં ભારતીય સમુદાયની પોતાની સૌથી મોટી ઈમારત છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો નીહાળ્યા હતા.
 
પ્રેસિડેન્ટ શ્રી વાસુદેવ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ બકુલભાઈ, ચેરમેન કિશોરભાઈ પટેલ, BOG ટીમ અને અન્ય સ્વયંસેવકોએ આ હોલને શણગારવામાં સખત મહેનત કરી હતી, ટેસ્ટી ફૂડ તથા સ્વયંસેવકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતથી આવેલા કાર્યક્રમના ખાસ મહેમાન શ્રી ભીખુદાનભાઈ ગઢવીએ ગુજરાતી દોહા, ગુજરાતી ગીતોનો રસથાળ પીરસ્યો હતો. પ્રેક્ષકોએ મોટા ભાગના ગુજરાતી ગીતો માટે વન્સ મોરની ડિમાન્ડ કરી હતી. આ ઉપરાંત અમદાવાદથી આવેલું મ્યુઝિકલ ગ્રુપે પણ બોલિવૂડના જૂના તથા નવા ગીતો ગાઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્રણેક કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમને પ્રેક્ષકોએ મટકું પણ માર્યા વગર નીહાળ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતી સમાજના સભ્યોના તેજસ્વી બાળકો કે જેઓએ SATની એક્ઝામમાં સારા ગુણ મેળની નામાંકિત કોલેજોમાં એડમિશન લીધું છે તેવા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓને રોકડ રકમ રૂપે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 
 
પ્રેસિડેન્ટ શ્રી વાસુદેવ પટેલ પ્રમાણે, મુખ્ય મહેમાન કોન્સ્યુલેટ જનરલ ડી.વી. સિંઘ તથા 14 વિવિધ સમુદાયના લીડર્સને આજની ઉજવણીમાં ભાગ લેવા માટે અમારી ટીમ આમંત્રિત કરે છે. અમે દિવાળી તેમજ યુનિટી ડેની ઉજવણી કરીએ છીએ અને બસ એ જ કારણ છે કે અમે વિવિધ સમુદાયને અમારી ઉજવણીમાં સામેલ કરવાનું આમંત્રણ આપીએ છીએ. 
 
ચેરમેન કિશોરભાઈએ તમામ એક્ઝિક્યુટિવ સભ્યો અને બોર્ડ ઓફ ગવર્નર્સ તેમજ સ્વંયસેવકોને આ ઈવેન્સ સફળતાપૂર્વક કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. જાણીતી કેટરિંગ કંપની રાજભોગે મીઠાઈ તથા માર્કોસ પીઝાએ પીઝા ડોનેટ કર્યા છે. અંદાજે 1100 મોટા અને બાળકો હાજર રહ્યા હતા. ભેજવાળા અને તોફાની હવામાનના કારણે સલાહકારે આતશબાજી મુલતવી રાખી હતી.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diwali Celebration at Atlanta by Gujarati Samaj, about 1100 guest were present
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended