Home »NRG »USA» Cubs Fans Get Engaged After Baseball Game 5 Win

US: ચાલુ મેચે ગોરા યુવકે પટેલ યુવતીને કર્યું પ્રપોઝ, ભેટીને કરવા લાગ્યો કીસ

divyabhaskar.com | Nov 05, 2016, 15:08 PM IST

શિકાગોઃશિકાગોના રિંગલી ફિલ્ડ બેઝબોલ પાર્ક ખાતે એક ગુજરાતી યુવતીના પ્રેમસંબંધનો કિસ્સો સામે આવ્યો છે. શિકાગો ક્યુબ પોતાના પ્રશંસકોની સામે સપ્તાહના અંતમાં વર્લ્ડ સિરીઝનો તાજ તો ન જીતી શક્યા પણ રવિવારે રાત્રે એક પ્રેમીએ તેની ગર્લ ફ્રેન્ડને ફિલ્ડ પર પ્રપોઝ કરીને તેનું દિલ જરૂર જીતી લીધું છે. 

 

પોકેટમાં એંગેજમેન્ટ રીંગ કાઢી અને પહેરાવી

ગેમ 5 એક ઇલિનોઇસ કપલ માટે એંગેજમેન્ટ નાઈટ બની ગઈ. શિકાગોના નાટકીય વિજય બાદ 37 વર્ષીય જૉ ક્ઝેર્નિક નામના યુવકે 37 વર્ષીય પ્રિયલ પટેલ નામની ગુજરાતી યુવતીને પ્રેક્ષકોનો બેસવાની હરોળ પાસે જઈને પ્રપોઝ કરી હતી. આટલું જ નહીં તેણે પોતાના પોકેટમાં એંગેજમેન્ટ રીંગ કાઢી અને તેને પહેરાવી હતી. 

 

...તો રીંગ બીજા દિવસ સુધી રહી જાત પોકેટમાં

 

યુવકે કહ્યું કે, એ છેલ્લી મિનિટ હતી, ઓચિંતા પ્રકારની ક્ષણ હતી. હું સાચા ક્ષણની રાહ જોતો હતો, અને જે આપમેળે આવી ગઈ. પણ જો ક્યુબ હાર્યું હોત તો? તો રીંગ બીજા દિવસ સુધી યુવકના પોકેટમાં જ રહી જાત. બન્ને માઉન્ટ પ્રોસ્પેક્ટથી હેલ્થકેર કન્સલ્ટન્ટ છે અને તેઓ ક્યુબના પ્રશંસક છે.

 

હા પાડતા જ યુવક ભેટી પડ્યો 

 

પ્રિયલ પટેલે કહ્યું, હું પણ ક્યુબની લાગણીશીલ પ્રશંસક છું. 'હું ગેમ 4 બાદ આખી રાત રડી હતી અને મેં કહ્યું હતું 'મારી સામે ન જો, મારી સાથે વાત ન કર'. અને તે મને જાણી ગયો હતો. જ્યારે તેણે ફિલ્ડ પર મને પ્રપોઝ કરી ત્યારે લગભગ 10 સેકન્ડ ઉદાસ થઈ ગઈ. અંદરથી અવાજ આવતો હતો કમ ઓન, કમ ઓન જલ્દી કર અને હા પાડી દે અને મેં હા પાડી દીધી. તે મને ભેટી પડ્યો અને મને કીસ કરી.'

 

બાદમાં શું કર્યું કપલે?

 

બાદમાં બન્ને કપલ પોતાની કાર સુધી ચાલતા ગયા. યુવકે કહ્યું કે, અમે બાદમાં વોલમાર્ટમાંથી ચીઝ અને મેક ખરીદ્યા અને ઘરે જઈને રાંધીને જમ્યા.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, ગ્રાઉન્ડ પર સર્જાયેલા માહોલની વધુ તસવીરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Cubs fans get engaged after baseball Game 5 win
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext