Home »NRG »USA» Crazy Guajrati People Perform Garba On Street In USA

ગુજરાતી એટલે ગુજરાતી હો ભાઈ! USમાં કાર રસ્તા પર ઉભી રાખી લેવા લાગ્યા ગરબા

divyabhaskar.com | Nov 22, 2016, 18:23 PM IST

  • કારની ફરતે ગુજરાતીઓ ગરબાની મજા માણતા જોવા મળે છે
અમદાવાદ:વિદેશમાં જ્યાં ગુજરાતી અને ભારતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તેવા વિસ્તારમાં ભારતીય તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વિદેશના અનેક સ્થળોએ જાહેરમાં ગરબા રમવાની લોકો મજા માણતા હોય છે. વિદેશમાં ખુલ્લા રોડ પર કારમાં ગરબાગીત ચાલુ કરીને ગરબા રમવાની મજા જ કંઈક જુદી હોય છે.
 
અમેરિકાના કેટલાક વિસ્તારો એવા પણ છે, જ્યાં ભારતીયો અને ગુજરાતીઓની સંખ્યા ઓછી હોવાથી તેવો તહેવારોની ઉજવણી કરી શકતા નથી. પણ નવરાત્રિના તહેવાર માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ કોઈને કોઈ જુગાડ કરી જ લેતા હોય છે. અમેરિકાના મેરીલેન્ડનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટોર બહાર રસ્તા પર ઉભી રાખેલી કારના દરવાજા ખોલીને ગરબા ગીત ચાલુ કર્યા હતા. ત્યાર બાદ કારની ફરતે ગુજરાતીઓ ગરબાની મજા માણતા જોવા મળે છે.
 
ગુજરાતીઓ કેમ આવી રીતે રમ્યા ગરબે
 
- વીડિયો અંગે ગુજરાતીઓએ divyabhaskar.com સાથે વાત કરી હતી.
- તેઓએ જણાવ્યું હતું કે, અમે અમેરિકાના મેરીલેન્ડ જેવા નાના રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છીએ.
- આ ટાઉનમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જેથી અમે અહીં ભારતીય તહેવારોની ઉજવણી સારી રીતે નથી કરી શકતા.
- પણ અમારે અહીં મિત્રોનું એક નાનું ગ્રૂપ હોવાથી અમે આ રીતે નવરાત્રિમાં ગરબા રમ્યા હતા. કેમ કે અહીં મોટા અવાજ પર પ્રતિબંધ છે.
 
આગળ જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Crazy Guajrati People perform Garba on Street in USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext