Home »NRG »USA» Connecticut Man Arrested After Attempted Robbery At Speedway Market

ગુજરાતીની બહાદુરી: USમાં પટેલે લૂંટારુને લાકડીએથી ઉભી પૂંછડીએ ભગાડ્યો

divyabhaskar.com | Mar 25, 2017, 14:54 PM IST

  • ઈનસેટમાં લૂંટારું(ડાબે) અને જય પટેલ(જમણે)
અમેરિકાઃજેક્શન કાઉન્ટી ઈન્ડિયાનામાં આવેલા એક ગુજરાતીના માર્કેટમાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુ માર્કેટમાં ઘૂસી ગયો હતો અને મહિલા કર્મચારીના હાથ પકડીને રોકડની માંગણી કરી રહ્યો હતો. આ દરમિયાન માર્કેટનો માલિક આવી ગયો અને લાકડી લઈને તેની પાછળ દોડ્યો હતો. બાદમાં તેને પાર્કિંગમાં જ દબોચી લીધો હતો અને લાકડીના ફટકા માર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
 
શું છે સમગ્ર ઘટના?

જેક્શન કાઉન્ટી ઈન્ડિયાનાના સીમૌર શહેરમાં બુધવારે કનેક્ટિકટના એક લૂંટારાએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તાનું કહેવું છે કે, એરિક રિચાર્ડ હોપકિંસ નામના આ શખ્સે 626, મેરીવિલે હાઈવે પર આવેલા સ્પીડવે માર્કેટમાં રાત્રે 8:08 વાગ્યાની આસપાસ ઘૂસી ગયો હતો. શંકાસ્પદ વ્યક્તિએ એક મહિલા કર્મચારીને અને તેની પાસે કેશ રજીસ્ટરમાંથી રોકડની માંગણી કરી હતી. 
 
લાકડી લઈ દોડ્યો પાછળ

સ્પીડવે માર્કેટના માલિક જય પટેલે કહ્યું કે, 'શંકાસ્પદ વ્યક્તિ માર્કેટની બહાર આટા મારી રહ્યો હતો અને થોડા સમય બાદ તેની પાસે રહેલી બેગ બહાર મૂકીને અંદર ઘૂસી ગયો, આ દરમિયાન મારી મમ્મી અહીંયા કંઈક કરી રહી હતી, લૂંટારાએ તેના હાથ પકડીને પૈસાની માંગણી કરી હતી.' માલિક જય પટેલની નજર પડતા તેમની મમ્મીને બચાવવા માટે કૂદકો માર્યો, કાઉન્ટર પાછળ પડેલી લાકડી ઉપાડી અને તેની પાછળ દોડ્યો, જ્યારે હોયકિંસ પાસે છરી હતી.
 
પાર્કિંગમાં લૂંટારાને ફટકાર્યો લાકડી વડે

સર્વેલન્સ વિડિઓ પરથી જાણ થાય છે કે, આ ઘટનામાં લૂંટારુ ફરાર થવાના પ્રયાસો કરી રહ્યો છે, પણ જયે તેને પાર્કિંગમાં જ દબોચી લીધો અને તેના પર લાકડી વડે પ્રહારો કર્યા હતા. પટેલે વધુમાં કહ્યું કે, 'પરિવારથી વધુ મારા માટે કોઈ વસ્તુ નથી. અમે અમારા મમ્મી અને અમારા પરિવારની સુરક્ષા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં આ બીજી વાર તેના પરિવારના સ્ટોરને લૂંટવાનો પ્રયાસ કર્યો છે. તે આશા રાખે કે આ તેનો છેલ્લો પ્રયાસ હોય. અમે સારી આશા રાખીએ છીએ કે આ ફરી ક્યારેય ન થાય.'
 
લૂંટારાએ સારવાર માટે કર્યો ઈનકાર

શંકાસ્પદને સામાન્ય ઈજા થવાના કારણે લેકોન્ટે મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેણે સારવાર માટે ઈનકાર કરી દીધો હતો. હોપકિંસ પર લૂંટનો ચાર્જ લગાડવામાં આવ્યો છે, કદાચ અન્ય ચાર્જ પણ તેના પર ફટકારવામાં આવશે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કેવી રીતે પટેલ પડ્યો લૂંટારુ પાછળ
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Connecticut man arrested after attempted robbery at speedway market
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended