Home »NRG »USA» Children Celebrate Uttarayan At Silver Jubilee Park London

કિંગ્સબરી સ્વામી. મંદિર દ્વારા ઉત્તરાયણની ઉજવણી, Snow વર્ષા વચ્ચે બાળકોએ માણી મજા

Suryakant Jadva | Jan 16, 2017, 15:51 PM IST

એનઆરજી ડેસ્ક(સૂર્યકાંત જાદવા દ્વારા): તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં ઉત્તરાયણને લઈને લોકોએ ખૂબ મજા માણી હતી. ત્યારે કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર દ્વારા પણ લંડનના સિલ્વર જ્યુબિલી પાર્ક ખાતે ઉત્તરાયણની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજન થયેલા ઉત્તરાયણની ઉજવણીના કાર્યક્રમના દિવસે 0'c તાપમાન અને સ્નો(snow)ની વર્ષા થઈ હોવા છતા બાળકોએ પતંગની ચગાવવાની મજા માણી હતી. સવારે યોજાયેલા વિકેન્ડ ગુજરાતી ક્લાસમાં બાળકોને ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ પતંગ બનાવવા અંગે પણ બાળકોને માહિતગાર કરાયાં હતા. ગુજરાતી વિકેન્ડ ક્લાસ પૂર્ણ થયા બાદ તમામ બાળકો પાર્કમાં જઈને ઉડતી પતંગોની મજા માણી હતી.

0'c કરતા નીચા તાપમાન અને સ્નો વર્ષા વચ્ચે પણ બાળકોએ ઉડતી પતંગોની મજા માણવાનું ચાલું રાખ્યું હતું. ઉત્તરાયણ ઉજવણીના આ કાર્યક્રમ બાદ તમામે ઠંડીના હવામાન વચ્ચે મંદિરમાં ગરમ ભોજનનો પણ આનંદ લીધો હતો.

આગળ જુઓ વધુ તસવીરો....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Children Celebrate Uttarayan at Silver Jubilee Park London
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended