Home »NRG »USA» Chicago Millions Pay Tribute To Guru Pramukh Swami Maharaj

શિકાગોઃ લાખો હિન્દૂઓ દ્વારા પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ, યોજાઈ ખાસ સભા

divyabhaskar.com | Oct 01, 2016, 15:17 PM IST

બાર્ટલેટ:બોચાસણવાસી અક્ષર પુરષોતમ સંસ્થાના વડા અને ભગવાન સ્‍વામીનારાયણના પાંચમાં અનુગામી પ્રમુખ સ્‍વામી ઓગસ્ટ મહિનાની 13મી તારીખે 95 વર્ષની વયે અક્ષરનિવાસી થતા હરિભક્‍તોમાં ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. પ્રમુખ સ્‍વામીને ભવ્‍ચ શ્રધ્‍ધાંજલી અર્પિત કરવા માટે એક ખાસ સભાનું આયોજન 18, સપ્‍ટેમ્બરના રોજ રવિવારે બાર્ટલેટ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ સંસ્‍થાના આરાધના હોલમાં કરવામાં આવ્‍યું હતું.
 
કોણ કોણ રહ્યું હાજર?

આ સભામાં રાજકીય આગેવાનો તથા ભારતીય સમાજના નેતાઓ અને શુભેચ્‍છકો તેમજ હરિભક્‍તો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં આવેલા સ્‍વામીનારાયણ મંદિરના આરાધના હોલમાં યોજાયેલી શ્રધ્‍ધાંજલી સભામાં રાજકીય નેતાઓ અને ભારતીય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. જેમાં ઈલીનોઈવર્કર્સ કોમ્‍પેનએસન કમીશનના ડીરેકટર જોન લગટ્ટા બાર્ટલેટ ટાઉનના મેયર કેવીન વોબેક શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસના કોન્‍સ્‍યુલ વિશઅવપાલ કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઈઝરાઈલના કોન્‍સ્‍યુલ જનરલ અવીવ ઈઝરા, તેમજ શિકાગોના ભારતીય સમાજના આગેવાનોમાં ડો. ભરત બરાઈ ડો. ઉમંગ પટેલ નિરંજન શાહ તથા જોન મીલરે પણ પ્રમુખસ્‍વામીના કાર્યોને વર્ણવીને શ્રધ્‍ધાંજલી આપી હતી.
 
બરાક ઓબામા સહિત આ લોકો આપી ચૂક્યા છે શ્રદ્ધાંજલી

સ્‍વામીનારાયણ સંસ્‍થાના અમેરીકાના વિવિધ રાજ્‍યો તથા શહેરોમાં 90 જેટલા મંદિરો આવેલા છે. આ સપ્‍ટેમ્બર મહિના દરમ્‍યાન તે મંદિરનોમાં હરિભક્‍તોએ એકઠા થઈને પ્રમુખ સ્‍વામી મહારાજને શ્રધ્‍ધાંજલી આપવા ખાસ સભાનું આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામીમહારાજે સમાજના ભલા માટે જે કાર્યો કર્યા હતા તેની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમજ ભૂતપૂર્વ પ્રમુખ બીલ કલીન્‍ટ તથા તેમના પત્‍ની અને પ્રમુખપદની ચુંટણીના ઉમેદવાર હિલ્લેરી કલીન્‍ટન, વિદેશ મંત્રી જોન કેરી, તેમજ વિશ્વમાં અન્‍ય દેશના નેતાઓએ પ્રમુખસ્‍વામીને તેમણે કરેલ માનવતા ભર્યા કાર્યોના વખાણ કર્યા હતા અને શ્રધ્‍ધાંજલી આપી હતી.
 
પ્રમુખસ્‍વામી મહારાજ વિશે

પ્રમુખ સ્‍વામી મહારાજ વિશ્વના તમામ લોકોનું ભલુ ઈચ્‍છતા હતા અને અન્ય લોકોને ખુશ જોઈને તેઓ પોતે ઘણા ખુશ થઈ જતા હતા. તેઓ કાયમ વિશ્વના તમામ લોકો આવકાર આપી તેઓ કેવી રીતે સુખી રહે અને પ્રગતિ કરે તે દિશામાં કાર્ય કરતા રહેતા હતા અને તમામ હરિભક્‍તોને બાપા આવો ઉપદેશ કાયમ આપતા રહેતા હતા. સમાજના તમામ લોકો સારા માર્ગે આગળ વધે તેવું તેઓ ઈચ્‍છતા હતા. તેમણે સમાજના ધડતરનું કાર્ય ઉપાડેલ હતું અને તેમના આ પવિત્ર કાર્યમાં જનતાના તમામ લોકોને સારો એવો સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. તેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમ્‍યાન સમાજના લોકોમાં જે દૂષણો ઘર કરી ગયા હતા તેનો નાશ કરવાનો જરૂરી પ્રયાસ તેમણે હાથ ધર્યો હતો અને તેમાં તેમણે સફળતા પણ મેળવી હતી.
 
આ રીતે થઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ

શ્રધ્‍ધાંજલી કાર્યક્રમની પૂર્ણાહુતિમાં પ્રમુખસ્‍વામીના અનુગામી અને બોયાસણવાસીઅસર પુરુષોત્તમ સંસ્‍થાના વડા તતા અગ્રણી મહંત સ્‍વામી મહારાજનો વિડિયો સંદેશ પ્રસારીત કરવામાં આવ્‍યો હતો અને તેમણે પણ પ્રમુખ સ્‍વામીના કાર્યોને બિરદાવ્‍યા હતા. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ ખાસ સભાની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: chicago Millions pay tribute to Guru Pramukh Swami Maharaj
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext