Home »NRG »USA» CEO Of ISM Divan Dave Reguolarly Provide Free Yoga To His Employees

આ છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો દૌહિત્ર, વોલસ્ટ્રીટમાં નોકરી કરી હાલ ચલાવે છે કરોડોની કંપની

divyabhaskar.com | Mar 05, 2017, 14:51 PM IST

અમદાવાદ:અમેરિકામાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ અને રીટેલ સેક્ટરમાં તમને અનેક સફળ ગુજરાતીઓ જોવા મળશે. સામાન્ય માન્યતા પણ એવી છે કે આઈટી સેક્ટરમાં ગુજરાતીઓનું ગજુ નહીં પણ આ વાત ખોટી છે. અમેરિકામાં પણ ઘણાં ગુજરાતીઓએ ‘ટેકનોલોજી’માં કાઠું કાઢ્યું છે. આવા જ એક ગુજરાતી એટલે દિવ્યાંગ દવે.

વર્ષ 1984થી અમેરિકામાં સેટલ થયેલા દિવ્યાંગ દવેએ વોલસ્ટ્રીટમાં 9 વર્ષ ઉચ્ચ હોદ્દા પર નોકરી કર્યાં બાદ પોતાની આઈટી કંપની ચાલુ કરી હતી. દિવ્યાંગ દવેની સૌથી મોટી સિદ્ધિએ છે કે તેમણે પોતાના આઈટી બિઝનેસમાં ભારતીય મૂલ્યોને જાળવી રાખ્યા છે. ન્યુયોર્ક અને અમદાવાદ ખાતેની પોતાની ઓફિસના કુલ 250થી વધુ કર્મચારીઓ માટે નિયમિત યોગ, ભગવદ ગીતા અને સંગીતના સેશનનું નિયમિત આયોજન કરે છે. તેઓ સ્વામિનારાયણ સંસ્થા સાથે પણ જોડાયેલા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઘનશ્યામભાઈ ઓઝાના દૌહિત્ર દિવ્યાંગ દવેએ હાલમાં અમદાવાદ મુલાકાત દરમિયાન divyabhaskar.com સાથે વિગતે વાત કરી હતી.

કોણ છે દિવ્યાંગ દવે?

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં રહેતા દવે પરિવારમાં જન્મેલા દિવ્યાંગે દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં ઓલ્ડ SSCનો અભ્યાસ પૂરો કરી રોલવાલા કોલેજમાં કમ્પ્યુટર સાયન્સમાં બેચરલ ડિગ્રી મેળવી હતી. 1984માં અમેરિકા જઈ કમ્પ્યુટર સાયન્સ માસ્ટર્સ ડિગ્રી મેળવી માત્ર 50 હજાર ડોલરના વાર્ષિક પગારે નોકરી કરી હતી. બાદમાં પોતાની આવડતના જોરે વોલસ્ટ્રીટમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા હતા.
 
આઈટી કંપનીની સ્થાપના

વર્ષ  1996માં પત્ની નીલી સાથે મળીને પોતાની Integrated System Management(ISM) નામની આઈટી કંપની શરૂ કરી. કોઈ પણ મૂડી રોકાણ વગર પતિ-પત્નીએ શરૂ કરેલી કંપની ધીમે ધીમે આગળ વધતી ગઈ હતી. આજે આ કંપનીની ન્યુયોર્ક અને અમદાવાદ એમ બે બ્રાન્ચમાં મળી કુલ 250થી વધુ આઈટી પ્રોફેશનલ્સ કામ કરે. વાર્ષિક 50 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી આ કંપની ફોર્ચ્યુન-500ની કંપનીઓને સર્વિસ પૂરી પાડે છે. તેમજ આ કંપનીની પ્રોડક્ટ અમેરિકામાં અંદાજે 12000 હજાર મેડીકલ પ્રોફેશનલ યુઝ કરે છે.

(આગળ વાંચો દિવ્યાંગ દવેની સફળતાની સફર, ઓફિસમાં નિયમિત યોગાનું આયોજન, શું છે ભારતીયોની સફળતાનું રહસ્ય?)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CEO of ISM Divan Dave Reguolarly provide Free Yoga To His Employees
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended