Home »NRG »USA» Celebration Of PBD By Indian Community At Atlanta Consulate Generals Office

એટલાન્ટા કોન્સ્યુલેટ જનરલ ઓફિસ ખાતે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી, તસવીરો

Ruchita Patel | Jan 11, 2017, 19:32 PM IST

એટલાન્ટા-યુએસએ (રુચિતા પટેલ દ્વારા): બેંગ્લોર ખાતે તારીખ 7-9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેવામાં જે પ્રવાસી ભારતીયો બેંગ્લોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી તેઓ માટે વિદેશમાં તેમના શહેરમાં આ દિવસની ઉજવણી કરવાનું પીએમઓ કાર્યાલય અને વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું. તમામ મહાવાણિજ્ય દૂતાવાસના કાર્યાલયોએ પોતાના શહેરમાં આ દિવસને સંયુક્ત રૂપે એકઠા થઈને મનાવ્યો હતો. વિવિધ ભારતીય સંગઠનોની મદદથી આ આયોજન કરવામાં આવ્યું હતું. એટલાન્ટામાં 100થી વધારે ભારતીયો દૂતાવાસ કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને આ ઈવેન્ટનું સેલિબ્રેશન કર્યું હતું. 
 
કાર્યક્રમની શરૂઆત ભારતીય રાષ્ટ્રીય ગીત, શાસ્ત્રીય ભરત નાટ્યમ અને બોલિવૂડ પર્ફોમન્સ સાથે થઈ હતી. ભારતીય દૂતાવાસ શ્રી નાગેશ સિંઘ, શ્રી ડીવી સિંઘ સમુદાયના નેતાઓ શ્રી શિવ અગ્રવાલ, વાસુદેવ પટેલ, નીરા ભેલ, કૌશલ ત્રિપાઠી અને નારાયણ રેડ્ડી ઉપસ્થિતગણનું સંબોધન કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસે બેંગ્લોરમાં આપેલી સ્પીચ પણ બતાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ડિનર પીરસવામાં આવ્યું હતું. વાઇસ કોન્સ્યુલેટ શ્રી ડિવી સિંઘે આ ઈવેન્ટને લીડ કરી હતી.
 
આગળ જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Celebration of PBD by Indian community at Atlanta Consulate Generals office
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext