Home »NRG »USA» Card Trick Makes Proposal Extra Magical At The Duquesne Incline Overlook Pittsburgh

USA: પટેલ કપલે અનોખી રીતે કર્યું પ્રપોઝ, જાદૂગરે કરી દીધા ખુશખુશાલ

divyabhaskar.com | May 03, 2017, 09:56 AM IST

  • કીર્તને પ્રિયાને પ્રપોઝ કર્યા બાદ રીંગ પહેરાવી હતી.
પેન્સિલવેનિયા, પિટ્સબર્ગઃપ્રેમમાં પડેલી મોટાભાગની વ્યક્તિ કંઇક અલગ રીતે પોતાના પ્રિય પાત્રને પ્રપોઝ કરવા માગતી હોય છે. આ માટે યુવક કે યુવતી કોઈ ખાસ સ્થળને પસંદ કરે છે. પિટ્સબર્ગમાં આવેલું ડ્યુક્વેન્સ ઇન્કલાઇન એક પ્રપોઝ કરવાનું ખાસ સ્થળ બની ગયું છે, અહીંયા એક ગુજરાતી કપલે એકબીજાને અનોખી રીતે પ્રપોઝ કર્યું છે. આ માટે તેઓએ એક જાદૂનો ઉપયોગ કર્યો હતો.
 
કીર્તન પટેલ અને પ્રિયા પટેલે પિટ્સબર્ગ સ્કાયલાઈનની સામે એક સેલ્ફી લેવા માટે ડ્યુક્વેન્સ ઇન્કલાઇન ગયા હતા. અહીંયા તેઓએ પોતાની પળને બનાવવા માટે એક ખાસ કપલ જાદૂગર સેઠ ન્યૂસ્ટીન પાસે ગયા હતા, જેણે કીર્તનને પ્રિયાને પ્રપોઝ કરવામાં મદદ કરી હતી. જાદૂગરે આ માટે કસ્ટમ કાર્ડ યુક્તિ ચલાવતા પહેલા એક પેપરમાંથી બનેલું ગુલાબ પ્રિયાને આપ્યું હતું. પ્રિયાએ તરત જ એ ગુલાબ લઈ લીધું. પ્રિયા સમજી ગઈ હતી કે, ન્યૂસ્ટીન એક જાદૂગર છે, કારણ કે બીજું કોણ ગુલાબ બનાવવા માટે નેપકિનનો ઉપયોગ કરે? જાદૂગર વધારે મદદ તો ન કરી શક્યો પણ તેના જાદૂથી તે કપલને હસાવી તો શક્યો.
 
ન્યૂસ્ટીન રોમેન્ટિક જાદૂગરીમાં માહેર છે. પહેલા જાદૂગરે કપલને એક કાર્ડ આપ્યું અને તેમાં બન્ને પટેલ્સના હસ્તાક્ષર લીધા. બાદમાં જાદૂગરે અન્ય કાર્ડ્સની વચ્ચે એ કાર્ડ પાછુ મૂકી દીધું. થોડા સમય બાદ વચ્ચે રાખવામાં આવેલું કાર્ડ આપમેળે પહેલા નંબરે આવી ગયું. આ જોઈ કપલ આશ્ચર્યચકિત થયું હતું. બાદમાં જાદૂગરે પ્રિયા અને કીર્તનના હાથ પકડાવ્યા અને કાર્ડને તેમના હાથ વચ્ચે મૂકી દીધું. થોડા સમય બાદ જ્યારે કાર્ડને બહાર કાઢવામાં આવ્યું ત્યારે કાર્ડની એક સાઈડ તો બન્નેના હસ્તાક્ષર હતા જ્યારે બીજી સાઈડ કીર્તને પ્રપોઝ કર્યું હતું અને હસ્તાક્ષર કર્યા હતા. આ જોઈને પ્રિયા એકદમ ખુશીથી ઝુમી ઉઠી હતી. બીજી બાજુ કીર્તને પણ તેને રીંગ પહેરાવી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જૂઓ કેવી રીતે મેજિક કાર્ડથી કર્યું પ્રપોઝ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Card trick makes proposal extra magical at the Duquesne Incline overlook Pittsburgh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended