Home »NRG »USA» Canada Indian Restaurant Owner Prakash Chhibber Feeding Anyone In Need For Free

કેનેડામાં આ ભારતીય હોટલ ભૂખ્યાને જમાડે છે ફ્રીમાં, ગરીબની ઇચ્છા મુજબ બને છે ભોજન

divyabhaskar.com | May 14, 2017, 14:39 PM IST

  • માત્ર ભૂખ્યાને ભોજન જ નહીં પણ તેમની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખવામાં આવે છે
કેનેડાઃભારતના વિવિધ મંદિરો તથા સંસ્થાઓમાં સદાવ્રતનું ચાલતું હોય છે, આ જ પરંપરા વિદેશમાં વસતા ભારતીયોએ પણ જાળવી રાખી છે. કેનેડામાં એક ભારતીયએ ભૂખ્યા લોકોને ભોજન આપવાની અનોખી સેવા કરી રહ્યો છે. અહીંયા એ લોકોને જમવાનું પીરસવામાં આવે છે, જેમની પાસે ભોજન ખરીદવાના પૈસા નથી. આ રેસ્ટોરાં કેનેડાના એડમોન્ટન શહેરમાં આવેલી જ્યા, જે જે ભૂખ્યા લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. માત્ર ભૂખ્યાને ભોજન જ નહીં પણ તેમની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
 
ઘણા લોકો આવે છે નિયમિત જમવા

ભારતીય મૂળના પ્રકાશ છિબ્બરની માલિકીનું ઈંડિયન ફ્યૂઝન નામનું રેસ્ટોરાં ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન પ્રેમથી પીરસે છે. ઘણા લોકો અહીંયા નિયમિતરૂપે જમવા માટે આવે છે. છિબ્બરે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મેં વિચાર્યું કે હું કેટલા લોકોનેને પૂછું કે તમે ભૂખ્યા છો? આ શક્ય નથી એટલા માટે મેં દરવાજા પર જ પોસ્ટર ચોંટાડી દીધું છે. જે ભૂખ્યો હશે તો તેને ઘણી મદદ મળશે.
 
'આ જ મારી જીવન જીવવાની રીત છે'
વધુમાં પ્રકાશે જણાવ્યું હતું કે, તે કંઈ અલગ નથી કરી રહ્યો. જો કે, તેઓ ભૂખ્યા લોકો માટે હજુ કંઈક વધારે કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, મને ખબર છે કે, ભૂખ્યા રહેવાનું દુઃખ કેવું હોય છે. હું ખાવાનું તો બનાવ જ છું, તો બીજું વધારે બનાવવામાં શું વાંધો છે. આ મારી જીવન જીવવાની રીત છે. કેટલાકને ફ્રિમાં જમાડવાથી મને નાણાકીય નુકશાન નથી થતું.
 
આગળ વાંચોઃ શા માટે રેસ્ટોરાં માલિક ભૂખ્યાને આપી રહ્યો છે ભોજન, શું કહે છે પ્રકાશ?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Canada Indian Restaurant Owner Prakash Chhibber Feeding Anyone In Need For Free
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended