Home »NRG »USA» Body Of Missing Gujarati Businessman Sanjay Patel Found

US: બેગમાંથી મળી 6 મહિનાથી ગુમ વાઈન શોપના ગુજરાતી માલિકની લાશ

divyabhaskar.com | Mar 19, 2017, 16:53 PM IST

  • સંજયભાઈ હતા ખૂબ જ મિલનસાર સ્વભાવના
ટેનિસીઃકોરોનેરની ઓફિસે 13 માર્ચના રોજ ગ્રામીણ વિસ્તારમાંથી ઓક્ટોબર મહિનાથી ગુમ ગુજરાતી મૂળના અમેરિકી બિઝનેસમેન સંજય 'સેમ' પટેલના મૃતદેહની ઓળખાણ કરી લીધી છે. સંજય પટેલ 3 ઓક્ટોબર, 2016ની સાંજે મેમ્ફિસ, ટેનેસીમાં આવેલી પોતાની લીકર શોપ પરથી તેમના કાયમી ગ્રાહક માર્ક્સ પેરીની કારમાં ગયા ત્યારબાદથી ગુમ હતા. પટેલ 20 વર્ષ પહેલા મહેસાણાના આખજ ગામથી અમેરિકા સ્થાયી થયા હતા. 
 
જાન્યુઆરીથી બેગ પડી હતી ખેતરમાં

બારટેલેટ, ટેનેસી પોલીસ વિભાગના એક રિપોર્ટ પ્રમાણે, 6 મહિનાથી તેઓ સંજય પટેલના ગુમ થયા મામલે તપાસ કરી રહ્યા હતા. આખરે ગામના એક ખેડૂતે પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે, તેના ખેતરમાં મોટી ક્રિસમસ ટ્રી બેગ કેટલાય દિવસથી પડી છે. ખેતરના માલિક જાન્યુઆરી મહિનાથી આ બેગને નોટિસ કરી રહ્યો હતો પરંતુ તેને જોવા માટે ક્યારેય ગયો નહોતો. અન્ય પુરાવાની ઓળખાણ કરવા માટે બેગને 28 ફેબ્રુઆરીના રોજ પોનોલા કાઉન્ટી મેડિકલ પરીક્ષક ઓફિસમાં લઈ જવામાં આવી હતી, અને પટેલના ડીએનએ સાથે મેચ કરવામાં આવી હતી. બાદમાં 3 માર્ચના રોજ પોલીસ ડોગ સ્ક્વોર્ડ સાથે તે વિસ્તારમાં ફરીવાર તપાસ કરવા માટે પહોંચી હતી જ્યાંથી તેમને વધારાના પુરાવા હાથ લાગ્યા હતા.
 
3 ઓક્ટોબરથી ગુમ હતા સંજય 'સેમ' પટેલ

પોનોલા કાઉન્ટી મેડિકલ પરીક્ષક ગ્રેસી ગુલેઢે તેમના તારણો બાર્ટલેટ પોલીસ સામે રજૂ કર્યા હતા, જેમાં મૃતદેહ સંજય પટેલનો હોવાનું જણાવ્યું હતું. 3 ઓક્ટોબરની સાંજે પત્ની શિલ્પાની સારવાર માટે પટેલ અને માર્ક્સ પેરી 'ફાઈવ સ્ટાર વાઈન અને સ્પિરિટ' વહેલા બંધ કરી હતી, અને પેરી તેના વાહનમાં પટેલને લઈ ગયો હતો. તે સાંજથી સંજય પટેલ ઘરે આવ્યા નહોતા. જો કે, પછીના દિવસે પેરીની માત્ર કાર મળી આવી હતી, પરંતુ 11 ઓક્ટોબર સુધી તેની ભાળ મળી નહોતી. આખરે જ્યારે તેનો ભાઈ બાર્ટલેટે તેના ઘરમાં ગયો તો બેડ પર પેરી પિસ્તોલ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે માન્યું હતું કે પેરીએ આત્મહત્યા કરી છે. બાદમાં તેના ફોનની તપાસ કરતાં પોલીસ એવા તારણ પર આવી છે કે સંજય પટેલનું પણ મોત થઈ ગયું છે. 
 
આગળ વાંચોઃ નવરાત્રિમાં ભારત આવવાની તૈયારી કરી રહ્યા હતા સંજયભાઈ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Body of missing gujarati businessman sanjay patel found
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended