Home »NRG »USA» Blood Donation Camp Held At The Wayne, New Jersey

ન્યુજર્સીઃ વેન ખાતે રક્તદાન શિબિર ‘‘ગીવ બ્‍લડ એન્ડ સેવ લાઈફ''

Rekha Vinod Patel, Delaware (USA) | Oct 09, 2016, 15:55 PM IST

ન્યુજર્સી(રેખા વિનોદ પટેલ દ્વારા):"એક વ્‍યકિતના ર્‌કતદાનથી ૩ વ્‍યકિતની જીંદગી બચાવી શકાય છે."  મનુષ્ય કે પ્રાણી માટે જરૂરી અનમોલ પ્રવાહી લોહી  છે. તેનું મહત્વ ત્યારે સમજાય છે, જ્યારે તેની ખરી જરૂરીયાત ઉભી થાય છે. કોઈ પણ અકસ્માત કે સારવાર દરમિયાન આપણા શરીરને લોહીની પ્રથમ આવશ્યકતા પડે છે. લોહીની જરૂરીઆત અને શક્તિને સમજી ચુકેલા મૂળ ગુજરાતના ભાદરણ ગામના વતની અરવિંદભાઈ ભટ્ટ જેમણે હાલ ન્યુ જર્સીના વેન ખાતે આવેલ ઇન્ડિયન કલ્ચર સોસાયટીમાં બ્લડ કેમ્પનાં આયોજનથી સાબિત કરી બતાવી.  
 
બ્લડ કેમ્પ માટે કલ્ચર સોસાયટીના પ્રમુખ જયેશ પટેલે ઘણી મદદ કરી હતી. તેઓ છેલ્લા 3૩ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. અરવિંદભાઈએ ભારતીય વિચારોને અને માનવતાને મનથી જીવંત રાખેલ છે. 2014માં આવી પડેલી એક બિમારીમાં સારવાર દરમિયાન ન્યુજર્સીની હેકેન્સક હોસ્પીટલમાંથી તેમને સારી માત્રામાં બ્લડ લેવાની જરૂર પડી હતી. આવા કપરા સમયમાં હોસ્પિટલ તરફથી મળેલા સહકારને યાદ રાખી હતી. તંદુરસ્તી પાછી મળતા તેમણે સમાજ અને હોસ્પિટલનું આ ઋણ સમજી હવે દર વર્ષે "બ્લડ ડ્રાઈવ કેમ્પ"નું આયોજન કરી રહ્યા છે .
 
ગત સપ્તાહે ન્યુજર્શી ખાતે યોજાયેલા બ્લડ કેમ્પમાં 250થી પણ વધુ લોકો એકઠા થયા હતા. અહીંયા આવેલા લોકો માત્ર ગુજરાતી કે ઇન્ડિયન નહોતા. પરંતુ આ કાર્યમાં ભાગ લેવા અમેરિકન, મેક્સિકન અને આફ્રિકન અમેરિકન પણ સામલ થયા હતા. જે બતાવે છે માનવતાને કોઈ રંગભેદ કે નાતજાત ભેદ હોતો નથી. આ વર્ષે આવા ડોનર્સનાં કારણે 59  યુનિટ બ્લડ એકત્રિત કરાયું હતું.  જેનો લાભ આશરે 140 જેટલા દર્દીઓને મળી શકે તેમ છે. આ બધું એકત્રિત કરેલ બ્લડ ન્યુજર્સી બ્લડ બેન્કને સોંપી દેવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુજર્સી બ્લડ બેન્કનું યોગદાન મહત્વ પૂર્ણ હતું.
 
અહીંયા સેવા આપવા માટે વોલન્‍ટીયર્સ ખડેપગે રહ્યા હતા. બ્લડ ડોનેટ કરવા આવનારા માટે બ્રેકફાસ્ટથી માંડીને લંચ સુધીની સુવિધાઓ રાખવામાં આવી હતી. દરેકને અરવિંદભાઈ ભટ્ટ તરફથી રીટર્ન ગીફ્ટ પણ આપવામાં આવી હતી. આ બધું જોતા થાય છે કે, માનવતા હજુ પણ જીવંત છે, બસ આજ ભાવનાને આપણા મહી સદા જીવંત રાખવી જોઈએ. જ્યાં સુધી હ્રદયમાં કરુણા હશે ત્યાં સુધી આવા સેવા યજ્ઞો ચાલતાં રહેવાના જરૂરી છે કે આપણે પણ આવા માનવતાના ભગીરથ કાર્યોમાં શક્ય એટલો સાથ આપવા પ્રયત્ન કરવો જોઈએ"  

"એક હાથ લેવું અને એક હાથ દેવું"નો આ નિયમ જો આપણે સહુ રાખીએ તો સમાજ પાસેથી મળતી બધી સુવિધાને વધુઓછા અંશે જરૂરીયાત વાળાને પાછી અર્પી સમાજનું ઋણ ઓછા વત્તા અંશે ચૂકવી શકીએ . 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Blood donation camp held at the Wayne, New Jersey
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext