Home »NRG »USA» Bethpage Robbed At Gunpoint In Gujarati Store New York

અમેરિકા: ગુજરાતીના સ્ટોરમાં ત્રાટક્યા તસ્કરો, બંદૂકની અણીએ ચલાવી લૂંટ

divyabhaskar.com | Oct 17, 2016, 14:40 PM IST

  • લાલ સર્કલમાં બે લૂટારૂઓ સ્ટોરમાં લૂંટ કરતા નજરે પડે છે
બેથપેજઃઅટેનેસી સ્ટેટના સમરકાઉન્ટીના બેથપેજમાં આવેલા ગુજરાતીના એક સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા હતા. માસ્ક ધારણ કરીને આવેલા બે અજાણ્યા શખ્સો એકાએક સ્ટોરમાં ઘૂસી આવ્યા અને બંદૂકની અણીએ રોકડ તથા અમુક સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે બેથપેજની ઓથોરિટીને જાણ કરાતા તેઓએ કાર્યવાહી શરૂ કરી હતી. હાલ સીસીટીવીના આધારે બન્ને અજાણ્યા શખ્સોની શોધખોળ ચાલી રહી છે.
 
બેથપેજમાં એક જનરલ સ્ટોર ચલાવતા નિલેશ પટેલ પ્રમાણે,  ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તે સ્ટોરમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો માસ્ક પહેરીને સ્ટોરમાં ઘૂસી આવ્યા અને ધમકી આપીને પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. પટેલે કહ્યું કે, હું ડરી ગયો હતો, મને નહોતી ખબર કે શું થઈ રહ્યું છે. તેણે બંદૂક બતાવીને મને રજીસ્ટર ખોલવા માટે કહ્યું. તસ્કરોએ સ્ટોરમાંથી 500 ડોલર જેટલી રોકડ અને સિગારેટ્સના કેટલાક કાર્ટન લઈને ફરાર થઈ ગયા. 
 
બાદમાં પટેલે બેથપેજની ઓથોરિટીને જાણ કરતા તેઓએ ધટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઓળખવાના પ્રયાસો હાથ ધરાયા છે. લૂંટ દરમિયાન પટેલ હચમચી ગયો હતો. જો કે તેઓએ પટેલને કોઈ નુકશાન પહોંચાડ્યું નહોતું. 
 
આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જૂઓ સીટીવીવી ફૂટેજ, આ રીતે ચલાવી લૂંટ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bethpage robbed at gunpoint in gujarati store New York
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext