Home »NRG »USA» Belleview Store Owner Tried Attempted To Shoot Robber Usa

USA: લૂંટારુ અને પટેલ સ્ટોર માલિક બંદૂક સાથે આવી ગયા સામસામે

divyabhaskar.com | Apr 30, 2017, 10:49 AM IST

  • પટેલે લૂંટારા સામે બંદૂક તાકી હતી. ઈન્સેટમાં મહેન્દ્રકુમાર પટેલ
અમેરિકાઃફ્લોરિડાના બેલેવ્યૂમાં એક પટેલના સ્ટોરમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી. સ્ટોર માલિક ગુરુવારે સાંજે જ્યારે તેમના સ્ટોરમાં કાઉન્ટર પર કંઈક કામ કરી રહ્યા હતા, તે દરમિયાન માસ્ક પહેરીને આવેલા બંદૂકધારી લૂંટારાએ પટેલ પર બંદૂક તાકી દીધી અને રોકડ આપી દેવા માટે જણાવ્યું હતું. પટેલ લૂંટારાનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને લૂંટારાને તમામ રકમ આપી દીધી હતી. પટેલનો ઈરાદો લૂંટારાને સ્ટોરમાં જ શૂટ કરી દેવાનો હતો, પરંતું પટેલે ક્યારે બંદૂકનો ઉપયોગ કર્યો નહોતો, જેથી પટેલનું માનવું છે કે કદાચ ગન ચેમ્બરમાં ગોળી નહોતી અથવા તો બંદૂક જામ થઈ ગઈ હતી. 
 
બંદૂકનું ટ્રિગર બે-ત્રણ વાર દબાવ્યું પણ ન છૂટી ગોળી

શેવરોન સુપર ફૂડ માર્ટના માલિક મહેન્દ્રકુમાર પટેલે કહ્યું કે, હું અહીંયા સ્ક્રેચ-ઓફ ટિકિટનો નંબર લખી રહ્યો હતો એટલામાં મારા પર બંદૂક તાકવામાં આવી હતી. પટેલે લૂંટારાનો સામનો કર્યા વગર હાર ન માની, તેમણે પણ તેમની બંદૂક કાઢી અને લૂંટારા સામે રાખી પટેલે ત્રણ વાર ટ્રિગર પણ દબાવ્યું, પરંતુ તેમની બંદૂક કોઈ કારણોસર જામ થઈ ગઈ હતી. તેમણે લૂંટારાને શૂટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ગોળી ન છૂટતા તેઓ નિષ્ફળ રહ્યા હતા. બાદમાં લૂંટારાને પટેલને ફ્લોર પર સૂઈ જવા અને ચહેરો નીચેની તરફ રાખવા માટે કહ્યું હતું. પોલીસ પ્રમાણે, લૂંટારો પટેલની બંદૂક, સિગારેટ તેમજ 200 ડોલરથી વધારે રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. જોકે, સારું છે કે પટેલ બચી ગયા.
 
એક સપ્તાહ પહેલા પણ થઈ હતી લૂંટ

મહેન્દ્રકુમાર પટેલે કહ્યું કે, એક સપ્તાહ પહેલા પણ આવી જ ઘટના બની હતી. બેલેવ્યૂ પોલીસે પ્રમાણે, એક જ સપ્તાહ પહેલા એક શંકાસ્પદે આ જ કપડાંમાં અને આવા જ ચહેરા સાથે બંદૂકની અણીએ પટેલના સ્ટોરમાં લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં તે 1100 ડોલર લઈને ફરાર થઈ ગયો હતો. પટેલે 11990 એસઈ કાઉન્ટી રોડ 484 ખાતે શુક્રવારે સવારે તેમના શેવરોન સ્ટોરમાં એક સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, 'સાચે જ, હું તેને ગોળી મારી દેત.' સ્ટોર માલિક પાસે સશસ્ત્ર રહેવાનું સ્પષ્ટ કારણ હતું. કારણ કે, ગત શુક્રવારે પણ તેના સ્ટોરમાં ઘટના બની હતી. બેલેવ્યૂ પોલીસ વિભાગના અધિકારીઓનું માનવું છે કે, આ એ જ લૂંટારો હોઈ શકે છે.
 
આગળ વાંચોઃ શું છે સર્વેલન્સ વિડીયોમાં?
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Belleview store owner tried attempted to shoot robber usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended