Home »NRG »USA» Beauty And The Beast Actress Wearing Dress Design By Bhuj Area Two Brother

ભુજના બે યુવાનાનો હોલુવડમાં ડંકો, Emma Watsonએ પહેર્યો ‘ગુજરાતીનો ડ્રેસ’

divyabhaskar.com | Mar 25, 2017, 19:33 PM IST

અમદાવાદ:17 માર્ચના રોજ રિલીઝ થયેલી બ્યૂટી એન્ડ ધ બિસ્ટ ફિલ્મએ એક વિકમાં જ ખાસી એવી ચર્ચા જગાવી છે. ડિઝ્ની નિર્મિત આ ફિલ્મમાં પોતાની હોટ અદાઓથી જાણીતી અભિનેત્રી ઈમા વોટસને ભુજના બે ભાઈઓની હસ્તકળાથી તૈયાર થયેલો ડ્રેસ પહેર્યો છે. ભુજના કાસમ અને જુમા બંધુઓ દ્વારા તૈયાર કરાયેલો ડ્રેસ હોલિવૂડની બીગ બજેટ ફિલ્મમાં સ્થાન પામતા હવે ફરી એક વાર કચ્છીકળાનો ડંકો આંતરરાષ્ટ્રીય સ્તરે વાગ્યો છે. કાસમે હસ્તકળા દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રેસ અંગે divyabhaskar.com સાથે વિગતે વાતચીત કરી હતી.

15 દિવસમાં તૈયાર કરાયો ડ્રેસ

- કાસમે જણાવ્યું હતું કે, અમારા જુના ગ્રાહક સાયમન માર્ક દ્વારા આ ડ્રેસ તૈયાર કરવા માટે કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો.
- સાયમને દ્વારા કાસમને ફિલ્મ માટે ડ્રેસ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે ફિલ્મ વિશેની કોઈ જાણકારી કાસમને ન હતી.
- ફિલ્મમાં ઉપયોગ અનુસાર જરૂરી કાપડ, ડિઝાઈન અને અન્ય વસ્તુ સાયમન માર્ક દ્વારા જ પૂરી પાડવામાં આવી હતી.
- કાસમ અને તેમના ભાઈ જુમાએ પંદર દિવસમાં હસ્તકળા દ્વારા ડ્રેસ તૈયાર કર્યો હતો.
- ભુજના બન્ને ભાઈઓ દ્વારા તૈયાર કરાયેલો આ ડ્રેસ સાયમન માર્ક જ ભુજ લેવા આવ્યા હતા.
- કાસમ અને જુમા દ્વારા તૈયાર કરાયેલો આ ડ્રેસ ફિલ્મમાં ઈમા વોટસને પહેર્યો છે.

સોશિયલ મીડિયામાં ભુજના ભાઈઓ પર અભિનંદન વર્ષા

- ફિલ્મની આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર સાઈનેડ ઓ સુલિવાએ આ ડિઝાઈન ફોટો સાથે ઈન્ટાગ્રામ પર શેર કરી છે.
- તેમણે લખ્યું છે કે, બેલ્લે(ફિલ્મમાં અભિનેત્રીનું નામ)ની ચોળી(કપડા)ની બ્યુટીફુલ એમ્રોડરી ભુજના કાસમ અને જુમા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
- કચ્છના સુંદર ભરતકામ તરીકે ઓળખાતા ‘આરી વર્ક’ દ્વારા આ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે.
- આ કોસ્ચ્યુમ ડિઝાઈન જેક્લીન ડુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
- ઈન્ટાગ્રામ પરથી આ પોસ્ટ વાઈરલ થતા ભુજના બન્ને ભાઈઓની કળાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.
 
(આગળ વાંચો કોણ છે કાસમ અને જુમા)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Beauty and the Beast Actress Wearing Dress Design by Bhuj Area Two Brother
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended