Home »NRG »USA» BAPS Women Conference Inspires And Empowers Women In North Usa

USA: BAPS દ્વારા મહિલા સમ્મેલનનું આયોજન, પ્રેરણા અને શક્તિ કરી પ્રદાન

divyabhaskar.com | Apr 06, 2017, 10:41 AM IST

  • 8 માર્ચ, 2017ના રોજ અમેરિકાના અલગ અલગ 13 સ્થળોએ આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું
અમેરિકા(સૂર્યકાંત જાદવા દ્વારા):BAPS સ્વામિનારાયણ સંસ્થાને પોતાની વાર્ષિક મહિલા સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 18 માર્ચ, 2017ના રોજ અમેરિકાના અલગ અલગ 13 સ્થળોએ આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમ્મેલનમાં આદતો બદલી જીવનમાં ફેરફારો લાવવા અંગે સકારાત્‍મક પ્રસ્‍તાવો રજુ કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત સ્‍વત્‍વનો સ્‍વીકાર, આકરો પરિશ્રમ તથા બલિદાની ભાવના ઉપર ભાર મુકાયો હતો તથા તેના દ્વારા ચારિત્ર્યના નિર્માણ વિશે પ્રતિષ્‍ઠિત અગ્રણી વક્‍તાઓએ મંતવ્‍યો હજુ કર્યો હતાં. સમ્મેલનમાં પરિવારમાં વ્‍યક્‍તિગત જવાબદારીનું નિર્માણ, તેમજ કોઈપણ જાતના બોજા વગર સમાજનો વિકાસ તેમજ આધ્‍યાત્‍મિક પ્રગતિ વિષે જુદા જુદા વક્‍તાઓએ સમજણ આપી હતી. 
 
અગ્રણી વિદ્વાન વક્તાઓને કરાયા આમંત્રિત

પરિવારની જવાબદારી ફરજ તરીકે નહીં પણ ખરા દિલની ભાવનાથી નિભાવવામાં આવે તો તેનો બોજો લાગતો નથી, પણ ઉલટાનો આત્‍મસંતોષ મળે છે. તેવું રોબિન્‍સવિલ્લે ખાતે સુશ્રી બિઆન્‍કા પુજારાએ જણાવ્‍યું હતું. તેમજ ઉપરોક્‍ત સ્‍થળે ચિફ ગેસ્‍ટ તરીકે પધારેલા ડો. ગોપી મુખાવલ્લીએ પણ પોતાના વિકાસ ઉપર સૌપ્રથમ ભાર મૂકી આગળ વધવા જણાવ્‍યું હતું. મહિલા સમ્મેલનનું આયોજન વિવિધ સ્‍થળો ઉપર BAPSની સ્‍થાનિક યુવા વોલન્‍ટીયર્સ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જે તે વિસ્‍તારના અગ્રણી વિદ્વાન વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. 
 
મહિલાઓને આત્મ સન્માન માટે કરી જાગૃત

મહિલાઓ વચ્‍ચે પણ પરસ્‍પર વિચાર વિનિમયના આયોજન કરવામાં આવ્‍યા હતાં. જે મુજબ દરરોજે જીવનમાં નૈતિકતા તથા આધ્‍યાત્‍મિકતા વડે જીવન પરિવર્તન થઈ શકે છે તેમજ મહિલા સશક્‍તીકરણ તથા સંગઠન થઈ શકે છે તેવો સૂર મુજબ હતો. મિડલસેક્‍સ કાઉન્‍સીના સુશ્રી શાન્‍તિ નારાએ એડિસનમાં યોજાયેલી કોન્‍ફરન્‍સમાં મહિલાઓને પોતાના આત્‍મ સન્‍માન માટે જાગૃત કરી હતી. આ મહિલા સમ્મેલનમાં વોશિંગ્‍ટન ડી.સી. લોંગ આઈલેન્‍ડ સહિત અન્‍ય જુદા જુદા સ્‍થળો વકતા તરીકે પધારેલા મહાનુભાવામાં શ્રી સતવંતખાનલિયા, સુશ્રી ડીમ્‍પલ શાહ, શ્રી સુહાગ શુકલા, સહિતનાઓએ અમૂલ્‍ય સુચનો તથા પ્રસ્‍તાવો રજુ કર્યા હતાં. તથા પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી, પૂજ્‍ય મહંત સ્‍વામીનો સંદેશ વિશ્વભરમાં ફેલાય તે માટે અનુરોધ કર્યો હતો. તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે. 
 
આગળ જુઓઃ વાર્ષિક મહિલા સમ્મેલનની વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BAPS Women Conference Inspires and empowers women in north usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended