Home »NRG »USA» BAPS Charities Donation Of $100,000 To The Nature Conservancy In USA

બીએપીએસ ચેરિટીઝે 1 લાખ ડૉલરનું દાન એકઠું કર્યું

divyabhaskar.com | Sep 14, 2016, 16:59 PM IST

  • બેપ્સ ચેરિટીઝે એક લાખ ડૉલરનું દાન અર્પણ કર્યું હતું. તસવીરમાં ડાબીથી જમણે પાર્થ પટેલ, બેપ્સ ચેરટીઝ મેમ્બર્સ પ્રફુલ રાજા, રતી પટેલ, યોગેન્દ્ર પરમાર, ધ નેચર કન્ઝર્વન્સીના અધિકારીઓ મારીયા ફીશર, ઈરીન ડેલી, જ્હોન સ્ટેફલ્ટન અને મોક્ષ પટેલ.
ન્યૂજર્સી: નોર્થ અમેરિકામાં પર્યાવરણ બચાવના ઉદ્દેશથી બીએપીએસ ચેરિટીઝે 1 લાખ ડૉલરનું દાન એકઠું કરી 'ધ નેચર કન્ઝર્વન્સી'ને અર્પણ કર્યું હતું. 17,000 સ્વયંસેવકોની મદદથી એકઠાં કરાયેલા આ દાનમાંથી 70 હજાર વૃક્ષો વાવવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા માટે સમ્રગ અમેરિકામાં 53 ટીમો કામે લાગી હતી. 'ધ નેચર કન્ઝર્વન્સી' (TNC)ના અધિકારીઓએ ગત 10મી સપ્ટેમ્બરના રોજ 53 ટીમમાંથી એક ટીમને રોબિન્સવિલે, ન્યૂજર્સી ખાતે મળીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 
નોંધનીય છે કે બીએપીએસ ચેરિટીઝ રાષ્ટ્રીય અને સ્થાનિક સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉત્તર અમેરિકામાં વાર્ષિક નેશનલ વોકેથોનનું આયોજન કરે છે. આ વર્ષે 2016માં બીએપીએસ ચેરિટીઝ નેચર કન્ઝર્વન્સી સાથે મળીને 'વોક ગ્રીન 2016'નું આયોજન કર્યું હતું. 
 
બીએપીએસ ચેરિટીઝનું ધ્યેય વર્ષ 2025 સુધીમાં એક અબજ વૃક્ષો વાવવાનું છે. 'ધ નેચર કન્ઝર્વન્સી'ના પ્રમુખ અને  સીઈઓ માર્ક ટેર્સેકે જણાવ્યું હતું, ''હજારો બીએપીએસ સ્વયંસેવકોનું માનવું છે કે તંદુરસ્ત ગ્રહ પર જ તંદુરસ્ત સમુદાય બનાવી શકાય છે,  જેનાથી વાતાવરણ અને માણસો બન્ને ખીલી શકે છે. બીએપીએસ ચેરિટીઝે સાબિત કરી બતાવ્યું છે કે ગ્રહના સારા કારભારી બનવું એ સામુહિક જવાબદારી છે. જેને ગંભીરતાથી લેવી જોઈએ. જેમ તેમે પર્યાવરણની સમસ્યાઓ વિશે જાગૃતતા લાવવા માટે વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપો છો તેની અમે પ્રસંશા કરીએ છીએ.''
 
નેચર કન્ઝર્વન્સીના રિલેશન્સ મેનેજર જ્હોન સ્ટેમ્પ્લેટને કહ્યું, “ બીએપીએસ ચેરિટીઝના નેતૃત્વ, સપોર્ટ અને સફળ વોકેથોન પ્રયત્નથી જ આજે અમેરિકામાં વન પુનઃસ્થાપન માટે જાગૃતતા વધી છે. હું બીએપીએસ ચેરિટીઝ અને તેની અનન્ય સ્વયંસેવકોને કહેવા માંગુ છું કે, તમારો સેવાભાવ એક ઊંડા અર્થમાં રક્ષણ, પ્રેરણા અને તેમજ પર્યાવરણીય પડકારો ધપાવવું સમર્થ બનાવે છે. તમે જ અમારા સંરક્ષણના સાચા સાથી છો.''
 
ઉલ્લેખનીય છે કે બીએપીએસ ચેરિટીઝના 17 હજાર સ્વયંસેવકોએ 52 હાજર માઈલ્સનો પ્રવાસ કરી 53 સ્થળોએ ફરીને આ દાન એકઠું કર્યું હતું. 
 
બીએપીએસ ચેરિટીઝ વિશે:
 
સમગ્ર વિશ્વમાં 3300 સેન્ટર્સ પર 55 હજાર સ્વંયસેવકો બીએપીએસ ચેરિટીઝ સાથે જોડાયેલા છે. જેઓ વર્ષમાં કુલ મળીને 1 કરોડ 20 લાખ કલાક સેવા આપે છે. બીએપીએસ ચેરિટીઝ મેડીકલ, પર્યાવરણ, આદીવાસી ઉત્થાન, ડિઝાસ્ટર રિલીફ વગેર કાર્યમાં સેવા આપે છે. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BAPS Charities Donation of $100,000 to The Nature Conservancy in USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended