Home »NRG »USA» Attacked On Indian Man At A Bar In US After Being Mistaken As Muslim

અમેરિકાઃ ગુજરાતી યુવકને મુસ્લિમ સમજી કર્યો હુમલો, મોં પર કર્યા અનેક હુમલા

divyabhaskar.com | Nov 25, 2016, 17:19 PM IST

  • ઈનસેટમાં હુમલાખોર
અમેરિકાઃડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મુસ્લિમો વિરુદ્ધ વધતી જતા ગુનાઓની હારમાળામાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં અમેરિકાના એક બારમાં ભારતીય મૂળના વ્યક્તિને ભૂલથી મુસ્લિમ સમજી લીધો અને તેના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે તેના માથા અને ચહેરા પર અનેક વાર હુમલા કર્યા હતા.
 
કોણ હતો હુમલાખોર?

- પેન્સિલવેનિયામાં રેડ રોબિન હોટલમાં જ્યારે અંકુર મહેતા નામનો યુવક પોતાના ટેબલેટ પર કંઈક કામ કરી રહ્યો હતો.
- તે દરમિયાન હુમલાખોરે તેના પર હુમલો કરી દીધો હતો. 
- હુમલો કરનાર વ્યક્તિની ઓળખાણ જેફ્રિ બુરગેસ તરીકે કરવામાં આવી છે. 
- તેને મહેતા પર જાતિય કોમેન્ટ પણ કરી હતી. 
 
પોલીસને શું કહ્યું અંકુર મહેતાએ?

- પિટ્સબર્ગ એક્શન ન્યૂઝ 4ના રિપોર્ટ પ્રમાણે, આ હુમલામાં અંકુર મહેતાનો દાંત તૂટી ગયો છે અને હોઠ કપાઈ ગયો છે. 
- તેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
- મહેતાએ પોલીસને જણાવ્યું કે, 'જેફ્રિ બુરગેસે તેને કહ્યું કે હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને હું નથી ઈચ્છતો કે તું મારી નજીક બેસે.'
- ઘટના સમયે 54 વર્ષીય બુરગેસના મોંમાંથી દારૂની વાસ આવતી હતી.
- જોકે બાદમાં આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, હુમલાખોરની તસવીર...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: attacked on Indian man at a bar in US after being mistaken as Muslim
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended