Home »NRG »USA» Anuj Patel And Sumita Dalmia Twitter Themed Wedding In Usa

USમાં ગુજરાતી કપલને ટ્વિટર પર થયો પ્રેમ, લગ્નમાં તમામ વસ્તુઓ ટ્વિટર આધારિત

divyabhaskar.com | Apr 14, 2017, 17:17 PM IST

  • જ્યોર્જિયામાં રહેતા આ ગુજરાતી કપલની લવ સ્ટોરી ટ્વિટરથી શરૂ થઈ
જ્યોર્જિયા:તમે ઘણી બધી થીમ વેડિંગ વિશે સાંભળ્યું હશે, પરંતુ ટ્વિટર થીમ વેડિંગ એ એકદમ નવો અને અનોખો ટ્રેન્ડ છે. જે જોવા મળ્યો છે અનુજ પટેલ અને સુમિતા દાલમિયાના લગ્નમાં. જી હાં, ખરેખર જ્યોર્જિયામાં રહેતા આ ગુજરાતી કપલની લવ સ્ટોરી ટ્વિટરથી શરૂ થઈ. શરૂઆતમાં તેમની ટ્વિટર દ્વારા નોર્મલ વાતચીત થઈ અને ધીમે-ધીમે આ ટ્વિટ મેસેજ, ચેટ, ટેક્સ્ટ અને ફોન કોલ્સમાં પરિવર્તિત થઈ ગઈ. જ્યારે આ બન્ને સોશિયલી કનેક્ટ થઈ ગયા ત્યારે તેઓએ ફૂડ ટ્રક પાર્કમાં પહેલીવાર એકબીજાને મળવા માટે મન બનાવી લીધું. ધીમે-ધીમે તેમની મુલાકાત પ્રેમ અને પછી લગ્નમાં ફેરવાઈ ગઈ. તેમની લવ સ્ટેરી જેટલી મનોરમ છે એનાથી પણ ઘણી મનોરમ છે તેમની ટ્વિટર વેડિંગ થીમ. એટલા સુધી કે તેમના લગ્નનું વેડિંગ ઈન્વીટેશન કાર્ડ પણ ટ્વિટરથી પ્રેરિત થઈને ડિઝાઈન કરવામાં આવ્યું હતું. અનુજ અને સુમિતાના લગ્ન 26 નવેમ્બર, 2016ના રોજ યોજાયા હતા.
 
ટ્વિટસ પરિણમી ટેક્સ્ટ્સ, ફોન કોલ્સ અને આખરે ડેટ્સમાં

અનુજ ડિઝિટલ માર્કેટિંગ કંપનીમાં પીઆરઓની પોસ્ટ પર કામ કરી રહ્યો છે. તેણે ટ્વિટર પર સુમિતાને લખ્યું કે તેની પાસે એક સ્ટોર્ટ્સ ઈવેન્ટની એક્સ્ટ્રા ટિકીટ છે, જો તે તેની સાથે આવવામાં રસ ધરાવે છે તો તે તેની સાથે આવી શકે છે. આ ટ્વિટ પર અનુજનું સુમિતા સાથે ઈંટરેક્શન થયું અને સુમિતા એ સ્ટોર્ટ્સ ઈવેન્ટમાં જવા માટે ઈન્ટ્રેસ્ટેડ હતી. જો કે, 140 કેરેક્ટર માત્ર તેમની કેમેસ્ટ્રીને શરૂ કરવા માટે પૂરતા નહોતા. ત્યારબાદ બન્નેએ ટ્વિટ પર પોતપોતાની લાઈફ વિશે વાતચીત કરી. અનુજ સ્પોર્ટ્સમાં ગ્રેજ્યુએટ હતો અને સુમિતાને બીજો શોખ પણ સ્પોર્ટ્સ જ હતો એટલા માટે બન્ને ઈવેન્ટમાં જવા માટે રાજી થયા હતા. અનુજની ટ્વિટ્સ સમય જતાં ટેક્સ્ટ્સ મેસેજીસ, ફોન કોલ્સ અને આખરે ડેટ્સમાં પરિણમી.
 
હેલીપેડ પર કર્યું હતું પ્રપોઝ

અનુજે સુમિતાને એટલાન્ટા-મિડલટાઉન હોટલના ધાબા પર બનેલા હેલીપેડ પર બોલાવી હતી જ્યાં તે સમગ્ર તૈયારી સાથે હાજર હતો. સુમિતા જ્યારે ત્યાં ગઈ તો અનુજ ઘૂંટણિયે બેઠો હતો અને પોસ્ટર બતાવ્યું, જેમાં લખ્યું હતું કે, 'શું તુ મારી સાથે લગ્ન કરીશ?' આ બધુ જોઈને સુમિતા આશ્ચર્યમાં મૂકાઈ હતી અને બાદમાં સુમિતાએ જવાબમાં 'હા' પાડી હતી. ત્યારબાદ સુમિતાને રિંગ પહેરાવી અને પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
 
ટ્વિટર થીમ બેઝ્ડ હતા લગ્ન

અનુજ અને સુમિતાના લગ્નમાં ટ્વિટરના બર્ડને દરેક જગ્યાએ જોઈ શકાતા હતા. લગ્નમાં આઈસક્રિમ અને કોકટેલ પણ ટ્વિટર બર્ડની થીમ પર બનેલા હતા. હોટલના કી-કાર્ડ, કપલ્સના ડ્રેસ તમામ જગ્યાએ ટ્વિટર બર્ડ જોવા મળતું હતું. એટલા સુધી કે તેમના લગ્નનું વેડિંગ ઈન્વીટેશન કાર્ડ પણ ટ્વિટરથી પ્રેરિત થઈને ડિઝાઈન કરવામાં આવ્યું હતું. અનુજ અને સુમિતાના લગ્નમાં 500 મહેમાન આવ્યા હતા. બન્નેના આ અનોખા લગ્ન લોકોને બહુ પસંદ પડ્યા હતા અને બન્નેના બહુ વખાણ કર્યા હતા. સુમિતાએ કહ્યું કે, મને લાગે છે કે, સોશિયલ મીડિયાએ અમારા લગ્ન યાદગાર બનાવી દીધા છે.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anuj Patel And Sumita dalmia Twitter Themed Wedding in usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended