Home »NRG »USA» Another Michigan Doctor Couple Arrested For Female Genital Mutilation

US: બાળકીઓની ખતના કરવાના આરોપમાં ગુજરાતી ડો. દંપતીની ધરપકડ

divyabhaskar.com | Apr 22, 2017, 15:00 PM IST

  • ફખરદ્દીન અત્તર ઈન્સેટમાં અને તેમનું ક્લિનિક
અમેરિકાઃભારતમાં જન્મેલા એક ડોક્ટર અને તેમની પત્નીની સુન્નત (ખતના) કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. ભારતીય મૂળની એક અન્ય ડોક્ટરની મદદ કરવાને લઈને તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા અમેરિકામાં અપરાધની શ્રેણીમાં આવે છે. 
 
બરોડા મેડિકલ કોલેજમાંથી કર્યું છે ગ્રેજ્યુએશન

એક સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, ફેડરલ ઓફિસર્સે મિશિગન રાજ્યના 53 વર્ષીય ડોક્ટર ફખરદ્દીન અત્તર અને તેમની 50 વર્ષીય પત્ની ફરીદા અત્તરની લિવોનિયા ક્લિનિકમાં બે બાળકીની સુન્નત કરવા જમુના નાગરવાલાની કથિત રીતે મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પીડિત છોકરીઓની ઉંમર 6 અને 8 વર્ષ જણાવવામાં આવી છે. ઓનલાઈન ફિઝિશિયન ડિરેક્ટરી પ્રમાણે. ફખરદ્દીનએ 1988માં ગુજરાતની બરોડા મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. જ્યારે જમુના નાગરવાલા ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલી શકે છે.
 
આ અગાઉ પણ થઈ છે ધરપકડ

મિશીગનમાં ભારતીય મૂળની મહિલા ડોક્ટર જુમાના નાગરવાલાની 6થી 8 વર્ષની બાળકીઓની ખતના (ફિમેલ જેનિટલ મ્યૂટિલેશન FGM) કરવાના આરોપમાં 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રોસેસમાં પ્રાઈવેટ પાર્ટના અમુક ભાગને સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવે છે. કેટલાક સમુદાયમાં પરંપરા હેઠળ આવું કરવામાં આવે છે. કહેવાય છે કે, અમેરિકામાં આટલી નાની ઉંમરની બાળકીઓનું FGM કરવાનો આ પ્રથમ મામલો હતો. આ મામલે નાગરવાલાને આ અપરાધ હેઠળ દંડ અને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સુન્નત રોકવા માટે બનેલા કાયદ હેઠળ આ પહેલી સજા છે.
 
આગળ વાંચોઃ ફરિદા અત્તરે કરી હતી જુમાના નાગરવાલાની મદદ
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Another Michigan Doctor couple Arrested for Female Genital Mutilation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended