Home »NRG »USA» An Interview With A Homosexual Joshua Patel Usa

USAમાં પટેલ 'ગે'એ જણાવી અંગત વાતો, 'જાતીયતા લઈ જાય છે ભગવાનની નજીક'

divyabhaskar.com | May 20, 2017, 09:41 AM IST

અમેરિકાઃસમાજમાં આજે પણ એક મોટો વર્ગ છે જે સમલૈંગિક સંબંધોને સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર નથી ત્યારે અમે અમેરિકામાં સ્થાયી થયેલા એક પટેલ 'ગે' સાથે વાતચીત કરી, જેનું નામ છે જોશુઆ પટેલ. જોશુઆએ એક ગે તરીકે સહન કરેલી મૂશ્કેલીઓ અને તેની સાથે થયેલા દુર્વ્યવહાર જેવી અનેક બાબતો શેર કરી. એક ગે પોતાના વિશે શું વિચારધારા ધરાવે છે અને તે પોતાના જીવનમાં શું કરવા માંગે છે આ તમામ પ્રશ્નોના જવાબ જોશુઆએ આપ્યા. જોશુઆ માને છે કે, એક હોમોસેક્સ્યુઅલની જાતીયતા તેને ભગવાનની નજીક લાવે છે. તે ગુજરાતમાં વડોદરા અને અમદાવાદની મુલાકાત લેવા માંગે છે. કારણ કે, તે માતૃભૂમિ સાથે તેનો સંબંધ ગુમાવવા માંગતો નથી.
 
તમારો જન્મ ક્યા અને ક્યારે થયો? તમારા પરિવારમાં કોણ કોણ છે? 

મારો જન્મ જન્મ 18, જાન્યુઆરી, 1990ના રોજ નોર્થ બ્રુન્સવિક, ન્યુજર્સીમાં થયો હતો. મારા પરિવારમાં માતા મોના પટેલ, પિતા પ્રશાંત(પોલ) પટેલ છે. મારે બે નાના ભાઈ જયકિશન અને અર્જુન છે. 
 
તમે ક્યાં અભ્યાસ કર્યો છે?

મેં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 
 
આગળ વાંચોઃ જોશુઆ કેવી રીતે અમેરિકા આવ્યો અને હાલ કોની સાથે રહે છે....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An Interview with a homosexual joshua patel usa
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended