Home »NRG »USA» Amit Patel's Guide Kika Dog Spies On People Who Miss Behavior With Owner

લોકો કેવો દુર્વ્યવહાર કરે છે એ જોવા અંધ ગુજરાતી ડૉક્ટરે કૂતરા પર લગાવ્યો કેમેરો

divyabhaskar.com | Jan 06, 2017, 13:50 PM IST

એનઆરજી ડેસ્ક: આજે મોટાભાગના લોકો સ્ટેટસ અને સુરક્ષા માટે ડૉગને પાળતા હોય છે. પણ લંડનમાં રહેતા એક ગુજરાતી અંધ ડોક્ટર અમિત પટેલનો પાલતૂ ડૉગ તેમના અંધાપાની રોશની બની ગયો છે. વાત એવી છે કે લંડનમાં રહેતા અમિત પટેલે પાંચ વર્ષ પહેલા પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. અમિત પટેલે પોતાના અંધાપાને લઈને રસ્તા પર તેમની સાથે થતા દુર્વ્યવહારને રેકોર્ડ કરવા માટે પાલતૂ ડૉગ અને કેમેરાની મદદ લીધી છે. અમિત પટેલે પોતાના કિકા નામના પાલતૂ ડૉગ પર કેમેરો લગાવી દિવસ દરમ્યાન અને પ્રવાસ દરમ્યાન તેમની સાથે થતા ભેદભાવોનું રેકોર્ડિગ કરે છે. અમિત પટેલની પત્ની આ વીડિયોની સમીક્ષા કરીને કોણે કઈ જગ્યા પર કેવો વ્યવહાર કર્યો તે જણાવે છે.

પાલતૂ ડૉગમાં લગાવ્યો કેમેરો

- આંખોની રોશની ગુમાવી દીધા બાદ પણ અમિત પટેલમાં લંડનના રસ્તા અજાણ્યા ન હતા.
- તેઓ જણાવે છે કે, શહેરના લોકો દ્વારા તેમને હંમેશા મદદ નહોતી મળતી.
- ત્યાર બાદ અમિત પટેલે તેમના પાલતૂ ડૉગ અને ગાઈડ કિકાની સાથે ગ્રોપ્રો કેમેરો એટેચ કરી દીધો.
- હવે અમિત પટેલ પોતાની દરેક યાત્રા કિકામાં લાગેલા કેમેરામાં કેદ કરે છે.
- ત્યાર બાદ ઘરે અમિત પટેલની પત્ની સીમા વીડિયો ફૂટેજની સમીક્ષા કરીને તેમને લોકોના વ્યવહાર અંગે જણાવે છે.
 
આગળ વાંચો કિકા પરના કેમેરાના લીધે લંડન ટ્રેન સ્ટેશન પર કર્યો બદલાવ, પોતાના અંધાપા અંગે શું કહે છે અમિત પટેલ, આંખામાં નસો ફાટી જતા 48 કલાક જતી રહી રોશની
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amit Patel's Guide Kika Dog Spies on People Who Miss behavior With Owner
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended