Home »NRG »USA» Ami Bera Third Time In Usa Senate, Lead By More Than 2500 Votes In Us Election

રાજકોટ મૂળના અમી બેરા US સેનેટમાં, અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો

divyabhaskar.com | Nov 16, 2016, 18:18 PM IST

  • એમી બેરા
અમેરિકાઃ આ વખતે અમેરિકી સંસદમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. 51 વર્ષીય 'એમી બેરા' ત્રીજી વખત યુએસની નીચલી પેનલ માટે ચૂંટાયા છે. મૂળ રાજકોટના બેરાએ રિપબ્લિકન ઉમેદવાર તથા સેક્રેમેન્ટો કાઉન્ટીના શેરિફ સ્કોટ જ્હોન્સને હરાવીને 2500થી વધારે મતથી આગળ રહ્યા છે.
 
ભારતના પાંચ ઉમેદવારો ચૂંટાયા

- એમીના હુલામણા નામથી જાણીતા આ મૂળ રાજકોટના અમેરિકી રાજકારણીનું આખું નામ અમરિશ બાબુલાલ બેરા છે. 
- અમેરિકી રાષ્ટ્રપતિપદ સહિત અમેરિકી સંસદ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની કેટલીક સીટ માટે થયેલી ચૂંટણીમાં પાંચ ભારતીય કેન્ડિડેટનો જીત્યા છે.
- આ ઉમેદવામાં એમી બેરા સહિતા પ્રેમિલા જયપાલ, કમલા હેરિસ, રોહિત ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ સામેલ છે. 
- હેરિસ જ્યાં ચૂટાયાં છે તે જ ચાર અન્ય હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ માટે બેરા પણ ચૂંટાયા છે. 
- ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા એમી આ પહેલાં વર્ષ 2012માં તેમજ વર્ષ 2014માં પણ ચૂંટાયા હતા. 
 
કોણ છે એમી બેરા

- એમી બેરાનો જન્મ 2 માર્ચ 1965ના રોજ લોસ એન્જેલેસમાં થયો હતો. 
- એમીના પિતા બાબુલાલ બેરા વર્ષ 1958માં રાજકોટથી અમેરિકામાં વસ્યા હતા. 
- બાબુલાલ અમેરિકા ગયા એના બે વર્ષ પછી તેમના પત્ની કાંતાબહેન અમેરિકા ગયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, એમી બેરાના પિતા જઈ ચૂક્યા છે જેલ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ami Bera third time in usa senate, lead by more than 2500 votes in us election
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext