Home »NRG »USA» 7 Foot Alligator Came In Front Of Gujarat Family Home At Fort Bend County Driveway, Texas

US: ગુજરાતીના ઘરની સામે આવી ગયો મગર, પટેલે નીડરતાથી કર્યો સામનો

divyabhaskar.com | Apr 22, 2017, 14:17 PM IST

  • મગર ભારે જહેમત બાદ પકડાયો, ઈન્સેટમાં અલ્કેશ પટેલ
અમેરિકાઃગુરુવારે સવારે ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઈવ-વે પર આવેલા ગુજરાતીના મકાનની બહાર એક મહાકાય મગર જોવા મળ્યો હતો. ગુજરાતી મકાન માલિકનો પુત્ર જ્યારે સ્કૂલે જવા સવારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેણે મહાકાય મગર જોયો અને તેના પિતાને જાણ કરી. પિતાએ આ અંગે ફોર્ટ બેન્ડ કાઉન્ટી શેરિફને જાણ કરાતા ગેટર સ્ક્વોર્ડ પહોંચી ગઈ હતી. બાદમાં ભારે જહેમત બાદ મગરને શાંત કરીને લઈ જવામાં આવ્યો હતો.
 
શું છે સમગ્ર ઘટના?

અમેરિકાના ટેક્સાસમાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઈવ-વે પર આવેલા અલ્કેશ પટેલના મકાનની બહાર રાતોરાત એક મહાકાય મગર આવી ગયો હતો. સવારે સ્કૂલે જઈ રહેલા પુત્રએ મગરને જોતા ચોંકી ગયો હતો અને પિતાને બોલાવ્યા હતા. પિતા અલ્કેશ પટેલે 160 કિલો વજન અને સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતા મગરને જોતા અચંબામાં મૂકાઈ ગયા હતા. તેઓએ તાત્કાલિક ફોર્ટ બેન્ડ કાઉન્ટી શેરિફની ઓફિસે ફોન કરીને આ અંગે જાણકારી આપી. શેરિફ ઓફિસ પાસે ગેટર સ્ક્વોર્ડ ક્રિસ્ટી ક્રોબોથનો સંપર્ક હતો જેથી તેઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
 
આવી રીતે પકડવામાં આવ્યો મગરને

રાતોરાત રોડ પર મગર આવી જતા પટેલ પરિવાર ભયભીત થયો હતો. તેમજ મગર પણ આ જગ્યા છોડવા માંગતો નહોતો. પ્રાપ્ત વિગતો અનુસાર મગર જમણી આંખે અંધ હતો. મગરને પકડવા આવેલી ક્રિસ્ટી ક્રોબોથે ધીમે-ધીમે મગરને સામેના યાર્ડમાં દોરડા વડે બાંધીને ખેંચી લીધો હતો. શેરિફના બે પ્રતિનિધિઓની મદદથી મગરનું મોં બંધ કરી દેવામાં આવ્યું હતું તથા મગરને શાંત કરવા માટે તેની આંખો પર એક બ્લેન્કેટ નાખવામાં આવ્યું હતું. બાદમાં ક્રોબોથ અને ડેપ્યુટીઝે મગરને ઉપાડીને તેમની સ્મોલ એસયુવીમાં મૂકી દીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મગરને અલ કેમ્પો ખાતે આવેલા એક મગરના ફાર્મમાં લઈ જશે.
 
શું કહે છે અલ્કેશ પટેલ?

મકાન માલિક અલ્કેશ પટેલે કહ્યું કે, મારો પુત્ર સ્કૂલે જઈ રહ્યો હતો અને તેણે મગરને જોયો. તેણે તરત જ બૂમ પાડીને મને કહ્યું કે, પપ્પા જોવો બહાર એક મોટો મગર છે. વધુમાં પટેલ જણાવે છે કે, 'હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે ક્રોબોથ પોતે જ આવી હતી. ક્રોબોથને ખબર હતી કે તે શું કરી રહી છે. તેણે મગરને અહીંથી બહાર કાઢીને ઝડપથી પકડી લેવાનું શાનદાર કામ કર્યું હતું. મગર પકડવાના નિષ્ણાંત ક્રિસ્ટી ક્રોબોથે કહ્યું કે, આ મગર કે જેને અમે ખેંચ્યો તેની સાથે એવું બન્યું હશે કે, તે આખી રાત ખોરાકની શોધ કરી રહ્યો હશે. તે ઠંડા લોહીવાળું જનાવર છે, જેથી તેને સિમેન્ટમાં રહેવાનું પસંદ પડ્યું હશે. તડકો ઘણો થઈ જવાથી તે ડરીને છુપાઈ ગયો હશે. પણ તેણે છુપાવવા માટે ખોટી જગ્યાને પસંદ કરી હતી.
 
આગળ જૂઓઃ કેવી રીતે ઓપરેશન હાથ ધરી પકડવામાં આવ્યો મહાકાય મગરને...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 foot alligator came in front of gujarat family home at Fort Bend County driveway, texas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended