Home »NRG »USA» Accused Indicted After Convenience Store Clerk Shot At Perry Usa

USA: ગુજરાતી સ્ટોર માલિક પર ગોળીબાર, ત્રણ વખત કર્યા હત્યાના પ્રયાસો

divyabhaskar.com | Mar 23, 2017, 16:02 PM IST

  • બ્રેન્ડન બુશૈ સ્મિત ઈન્સેટમાં
અમેરિકાઃલૂંટના ઈરાદે આવેલા અશ્વેત યુવકોએ ગુજરાતી સ્ટોર માલિક પર હુમલો કરી હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેણે વારંવાર ગોળીબાર કર્યો અને તેના પર ત્રણ વખત હુમલા પણ કર્યા હતા. 29 વર્ષીય વ્યક્તિ પર સ્ટોરના ગુજરાતી માલિકની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોર્નર રોબિનના બ્રેન્ડન બુશૈ સ્મિથે હથિયારો બતાવી લૂંટ, ઇરાદાપૂર્વકના હુમલા, હથિયારો કબજો કરવા બદલા દોષિત ઠેરવવામાં આવ્યો છે.
 
આરોપ અનુસાર, ઉતાહના બોક્સ એલ્ડર કાઉન્ટીના પેરી શહેરમાં 12 ફેબ્રુઆરીના રોજ એક સશસ્ત્ર લૂંટ દરમિયાન સ્પાઈનલ કોલમમાં 38 વર્ષીય વિક્રમ પટેલને ગોળી મારી હતી. વિક્રમને ડાબા ફેફસા અને ડાબા પગમાં ગોળી વાગી ગઈ હતી. સ્મિથે પટેલને માથામાં પણ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. સ્મિથની ઓળખ સર્વેલન્સ કેમેરાના વીડિઓમાંથી કરવામાં આવી હતી. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, સ્મિથ દુકાનની અંદર હતો અને કથિત રીતે સશસ્ત્ર લૂટમાં રોકડ અને સિગારેટની લૂંટ મચાવી હતી.
 
હ્યુસ્ટન કાઉન્ટી ગ્રાન્ડ જ્યુરી દ્વારા મંગળવારે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ગ્રૈબ્રિએલ બ્લેયર ડંકન, વોર્નર રોબિન પર ઇરાદાપૂર્વકનો હૂમલો અને હથિયારો કબજોનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accused indicted after convenience store clerk shot at perry usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended