Home »NRG »USA» About Chel Chabilo Gujarati Program On Radio Dil Se In USA

છેલ છબીલો ગુજરાતી, USAમાં ગુજરાતી ભાષા અને કલ્ચરને જીવતું રાખવાના પ્રયાસો

divyabhaskar.com | Nov 02, 2016, 18:12 PM IST

અમેરિકા(રેખા પટેલ દ્વારા): ગુજરાતી ભાષા અને કલ્ચરને જીવતું રાખવાનાં ખાસ પ્રયત્નો પરદેશમાં થઈ રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે અમેરિકામાં પણ રેડિયો કાર્યરત છે. પરદેશમાં દેશને જીવવો એ દરેક પરદેશીની આરઝુ રહી છે. તેજ કારણે ઇન્ડીયાથી હજારો માઈલ દૂર અમેરિકામાં ઠેરઠેર ગુજરાતી ભાષા અને કલ્ચરને જીવતું રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે અહી ભાષાને પ્રમોટ કરે તેવા મેગેઝીન્સ સાથે રેડિયો પણ કાર્યરત છે.

 

ન્યુજર્સીમાં ચાલતાં "રેડિયો દિલસે" નામના ચાલતાં ઇન્ડિયન રેડીયો સ્ટેશનમાં દર શનિવારે બપોરે ૧૨ થી ૨ સુધી ચાલતા પ્રોગ્રામ "છેલછબીલો ગુજરાતી" માં કૈશિકભાઈ  અમીન  અને વિજયભાઈ ઠક્કરનાં હોસ્ટીંગ હેઠળ અલગ અલગ ફિલ્ડમાંથી આવતા ક્યારેક જાણીતા અને ક્યારેક નવા ઉભરતા કસબીઓને આ પ્રોગ્રામમાં આમંત્રણ અપાય છે. અને તેમની સાથેનાં વાર્તાલાપ દ્વારા એ લોકોની પહેચાન ,તેમની કાર્યશક્તિનો લોકો સમક્ષ લાવવાનો પુરતો પ્રયાસ થાય છે. આ લાઈવ પ્રોગ્રામ છે જેના પરિણામે ફોન લાઈન દ્વારા આમંત્રિત મહેમાનોને પ્રશ્નોત્તરી કરી શકાય છે.

 

આ વખતે પ્રોગ્રામમાં મહેમાન તરીકે આવેલા ગુજરાતના રાજકોટથી ડો. બલવંત જાની હતા. ડો. જાનીએ  નોર્થ યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર સાથે પ્રોફેસર તરીકે કામગીરી બજાવી હતી.અને હાલમાં ગાર્ડી રીસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝના પ્રેસિડેન્ટ છે. આ સાથે ગવર્મેન્ટના  ઘણાં પ્રોજેક્ટસમાં સક્રિય રહ્યા છે.  તેઓ લોક સાહિત્યના અને સંત સાહિત્યના ઊંડા અભ્યાસુ છે.

 

તેમની સાથે થયેલી વાતચીત દરમિયાન તેમના વિચારો જાણવાની સહુને તક મળી. તેમને ભજનોના પ્રકાર સમજાવ્યા. કયું ભજન ક્યારે ગવાય અને ક્યા ઢાળમાં તે સમજાવ્યું. તેમની એક વાત મહત્વની લાગી જેમાં જણાવ્યા પ્રમાણે ફેસબુક જેવી સોસ્યલ મીડિયા થકી ઘણા નવા ઉભરતા લેખકો અને કવિઓ બહાર આવ્યા છે. જેઓ ખરેખર સારું લખે છે તેમને બહાર આવવાવની તક મળવી જોઈએ.

 

સાથે સાથે જે લેખકો પોતાની જગ્યા બનાવી ચુક્યા છે તેમને હવે સફળ લેખકોમાં સ્થાન મળવું જોઈએ. ડો. જાની પોતાને સોંપવામાં આવેલા આ  કાર્યને નિષ્ઠાથી કરી રહ્યા છે અને જેના પરિણામ સ્વરૂપ બ્રિટન કેનેડા અમેરિકા અને બીજા ઘણા દેશોમાં નવોદિત રાઈટર્સને ઓળખ સાથે બહાર આવવાની તક સાંપડી રહી છે.  ડાયસ્પોરા સાહિત્ય માટેનું તેમની યોગદાન ખુબ મહત્વનું અને ચિરસ્મરણીય રહેશે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About Chel chabilo gujarati program on radio dil se in USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended