Home »NRG »USA» About BAPS Swaminarayan Temple Atlanta Georgia

અન્ય મંદિરથી અલગ તરી આવે છે વિદેશનું આ સૌથી વિશાળ BAPS મંદિર, જાણો વિશેષતા

divyabhaskar.com | Mar 21, 2017, 18:29 PM IST

  • ભારત બહાર આવેલું સૌથી વિશાળ હિન્દૂ મંદિર
અમેરિકાઃદેશ વિદેશોમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે એટલાન્ટામાં રોકબ્રિજ રોડ અને લોરેન્સવિલ હાઈવેને સાંકળતા ક્રોસરોડ્સ પાસે 30 એકર જમીનમાં પથરાયેલું સ્વામીનારાયણ  મંદિર. અમેરિકામાં જ્યોર્જિયાના એટલાન્ટામાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંદિર તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે. 
 
34000થી વધુ પથ્થરો પર નક્શીકામ

આ મંદિર હિન્દૂ પૂજા અને આધ્યાત્મિકતા માટે સ્વર્ગસમું સર્વોચ્ચ શાંતિ સ્થળ છે. તેમજ સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગતિવિધીઓ સાથે જીવંત છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણકાર્ય સ્વંયસેવકોએ 13 લાખ કલાક કામ કરીને માત્ર 17 મહિનામાં પાર પાડ્યું હતું અને 2007માં તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મંદિરનું બાંધકામ ટર્કીશ ચૂનાના પથ્થર, ઇટાલિયન આરસ અને ભારતીય ગુલાબી પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે. 34000થી વધારે અલગઅલગ પથ્થરો પર ભારતમાં નક્શીકામ કરવામાં આવ્યું છે. આ પથ્થરો જહાજો દ્વારા અમેરિકામાં લાવવામાં આવ્યા હતા જેને Lilburnમાં એસેમ્બલ કરીને વિશાળ 3-D પઝલનું રૂપ આપવામાં આવ્યું હતું.
 
આગળ વાંચોઃ સ્વયંસેવકોએ દિવસ રાત કર્યા એક...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About BAPS swaminarayan temple atlanta georgia
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended