Home »NRG »USA» Success Story: 42 Hotel Owner Arun Patel In USA

અમેરિકામાં 43 હોટલના માલિક છે આ પટેલ, એક વખત ગુમાવી દીધું હતું સર્વસ્વ

divyabhaskar.com | Mar 12, 2017, 16:44 PM IST

  • અરૂણભાઈ
ન્યુયોર્ક:  જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું  એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. 
 
અમેરિકાના ન્યુયોર્કમાં અરૂણભાઈ સ્ટડી કરતા હતા અને તેમના પિતા સેટલ થવા મથતા હતા. દરમિયાન પિતાનું અવસાન થતા અરૂણભાઈ પર પરિવારની જવાબદારી આવી હતી હતી. રાતોરાત રસ્તા પર આવી ગયેલા અરૂણભાઈએ હિંમત હાર્યા વગર પડકાર સ્વીકારી લીધો. મામૂલી પગારથી નોકરી બાદમાં ડ્રાય ક્લીનર્સનાં ધંધામાં ઝંપલાવ્યું. એમાંથી થોડાઘણા ભેગા કરેલા પૈસા અને મિત્રોને મદદથી હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા. ખંત અને ઘગશના જોરે અરૂણભાઈએ અનેક મુકામ હાંસલ કર્યા છે. આજે તેમના  વિઝન્સ હોટલ્સ ગ્રુપ 42 હોટેલ અને 4 હજારથી વધુ રૂમ ધરાવે છે. બિઝનેસની સાથે સમાજિક ક્ષેત્રે વતનનું ઋણ અદા કરવામાં પણ અરૂણભાઈએ ક્યારેય પાછી પાની કરી નથી.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો, કેવી રીતે એક સામાન્ય ગુજરાતીએ અમેરિકામાં મેળવી જ્વલંત સફળતા....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success story: 42 hotel owner Arun Patel in USA
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended