Home »NRG »USA» A Indian To Be Killed At New York By Shooters

USAમાં વધુ એક ગુજરાતીનો લેવાયો ભોગ, ઘરની બહાર ગોળી મારી હત્યા

divyabhaskar.com | Mar 05, 2017, 03:33 AM IST

  • મૃતક હાર્નિશ પટેલ
અમેરિકાઃઅમેરિકામાં વંશીય હુમલામાં ભારતીય ઇજનેરની હત્યાના માત્ર 8 દિવસની અંદર વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. આ વખતે વડોદરા પાસેના શિનોર તાલુકાના અવાખલ ગામના રહેવાસી હરનીશ પટેલને ગોળીથી વીંધી નંખાયો છે. હરનીશ સાઉથ કેરોરોલીનામાં સ્પીડી માર્ટ નામનો સ્ટોર ચલાવતા હતા. 
 
કેન્સાસમાં થોડા દિવસ પહેલા એક ભારતીય એન્જિનિયરની હત્યાનો મામલો હજુ શાંત નથી થયો ત્યાં વધુ એક ગુજરાતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમેરિકામાં પોતાના સ્ટોર પરથી પરત ફરી રહેલા 43 વર્ષિય હાર્નિશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ગુરુવાર રાતની છે. હત્યા થયા બાદ લેન્કાસ્ટેર કાઉન્ટીમાં રહેતા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. પટેલ સ્પીડી માર્ટના ઓનર હતા અને તેમનો મૃતદેહ ક્રઇગ મનોર રોડ પાસેથી મળી આવ્યો હતો. 
 
શિનોર તાલુકાના અવાખલ ગામના મૂ‌ળવતની જયંતીભાઈ નાથાભાઈ પટેલ, પત્ની તારાબેન પુત્ર હરનીશ ઉર્ફે નાનુ, પુત્રવધૂ, સોનલ તેમજ પૌત્ર રિધ્ધીશ સાથે છેલ્લા 14 વર્ષથી અમેરિકાના લેન્કેસ્ટરમાં રહે છે. પુત્ર હરનીશ ઉર્ફે નાનભાઈ પટેલ પોતાનો સ્ટોર ધરાવે છેે. ગત ગુરુવાર તા. 2જી માર્ચના રોજ રાત્રે તેઓ પોતાન સ્ટોરનું કામકાજ પતાવી સ્ટોર બંધ કરી ઘરે આવ્યા હતા. ગાડી પાર્ક કરી ઘરનો દરવાજો ખોલી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યાએ તેઓનો ત્રણ ગોળી મારી હત્યા કરી હતી. હત્યા થયા બાદ લેન્કાસ્ટેર કાઉન્ટીમાં રહેતા ભારતીયો ખાસ કરીને . ગુજરાતીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.
 
 
તેમજ અવાખલ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તેમનો મૃતદેહ ક્રઇગ મનોર રોડ પાસેથી મળી આવ્યો હતો. આ બાનાવની જાણ અવાખલ ગામે રહેતા તેઓ સ્નેહીજનોને મોબાઈલ ફોન દ્વારા થઈ હતી. ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ હેટ ક્રાઇમમાં વધારો થયો છે. પહેલા દિવસમાં સિંગલ આંકડામાં આવી ઘટના નોંધાતી હતી. ચૂંટણી પછી દિવસમાં આવી ઘટનાઓનો આંકડો 200થી ઉપરનો થઈ ગયો છે. 28 ફેબ્રુઆરી સુધી 9 દિવસમાં હેટ ક્રાઇમના 867 કેસ નોંધાયા હતાં.
 
 
22 ફેબ્રુઆરીએ શ્રીનિવાસની હત્યા બાદ તે દિવસની આસપાસ જ એકતા દેસાઈ નામની ગુજરાતી યુવતીની ટ્રેનમાં અશ્વેત યુવક દ્વારા સતામણી કરાઈ હતી. તેણે એકતાને ગંદી ગાળો આપી હતી. જ્યારે 24 ફેબ્રુઆરીએ તૃપલ પટેલ નામના ગુજરાતી યુવકનો એક પાર્કમાંથી મૃતદેહ મળ્યો હતો. તે 6 ફેબ્રુઆરીથી લાપતા હતો. અમેરિકામાં વસતા શિનોર તાલુકાના નાગરિકોમાં હત્યા થઈ  હોવાનો પ્રથમ કિસ્સો સામે આવેલ છે.
 

 જે વાત વાયુવેગે અવાખલ ગામ સહિતન શિનોર તાલુકાના ગામોમાં પ્રસરતા સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જ્યારે શિનોર ગામ સહિત શિનોર તાલુકના ગામોમાં પ્રસરતા  ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જ્યાર શિનોર તાલુકામાંથી મોટી સંખ્યામાં  સ્થાયીી થયેલા પરિવારજનો સ્નેહીજનોમાં ભારતીયોને ગોળી મારી હત્યાના બનાવના ઉપરાછપરી બનાવો બનતા ચિંતિત બનેલ છે. અમેરિકામાં સ્થાયી થયેલા શિનોર તાલુકાના નાગરિકોમાં ગોળી મારીત હત્યા થઈ હોવાનો સૌપ્રથમ બનાવ બન્યો છે. અવાખલ ગામે રહેતા સ્ન્હીજનોએ આ અંગે દુખ વ્યક્ત કરી અમેરિકામાં ઉપરાછાપરી ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યા હોવાના સંદર્ભે ભારત સરકારના વિદેશ મંત્રાલય પગલા ભરે તેવી આશા વ્યકત કરી છે.

પોલીસને કેવી રીતે થઈ જાણ?
ગુરુવારે રાત્રે એક મહિલાએ ફોન કરીને પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેણે ચીસો અને ગોળીબારનો અવાજ સાંભળ્યો છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી, ત્યારે હાર્નિશ તેના ઘરની બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાર્નિશના હત્યારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી.

શું કહે છે પોલીસ?
આ તરફ લેન્કેસ્ટર કાઉન્ટી પોલીસને લાગી રહ્યું કે આ ધૃણાસ્પદ અપરાધનો મામલો નથી. જોકે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. વિસ્તારના કાઉન્ટી પોલીસ અધિકારી શેરીફે કહ્યું કે, આ હત્યા રંગભેદથી પ્રેરિત થઈને કરવામાં આવી હોય તેવું મને કોઈ કારણ દેખાઈ રહ્યું નથી.
 
શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે રાત્રે, હાર્નિશ પટેલે રાત્રે  11:24 વાગ્યે પોતાનો સ્ટોર બંધ કર્યો હતો અને તેની દસ જ મિનિટ બાદ જ લેન્કેસ્ટરમાં પટેલની ઘરની બહાર થોડેક ફૂટ દૂર તેમની પર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. પટેલની આ હત્યા, ટ્રમ્પના એ નિવેદનના બે દિવસ બાદ થઈ જેમાં તેઓએ કેન્સાસ બારમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની હત્યાને ધૃણાસ્પદ અને દુષ્ટ કૃત્ય ગણાવ્યું હતું. 
 
પોલીસને કેવી રીતે થઈ જાણ?

ગુરુવારે રાત્રે એક મહિલાએ ફોન કરીને પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેણે ચીસો અને ગોળીબારનો અવાજ સાંભળ્યો છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી, ત્યારે હાર્નિશ તેના ઘરની બહાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાર્નિશના હત્યારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી.
 
પરિવારમાં પત્ની અને નાનો પુત્ર

સ્થાનિક મીડિયા પ્રમાણે, હાર્નિશની હત્યાને લઈને લેન્કેસ્ટરના લોકોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે. હાર્નિશનો સ્ટોર શહેરના શેરિફ દફતર પાસે જ હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે. હાર્નિશને શ્રદ્ધાંજલી આપવા માટે લોકો તેમની દુકાન બહાર ફુગ્ગા અને ફૂલ મૂકીને જઈ રહ્યા છે. જેમાં ભારતીય મૂળના લોકો ઉપરાંત અમેરિકન્સ પણ સામેલ છે. દુકાન પર એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. જેના પર લખવામાં આવ્યું છે કે, 'પરિવારમાં ઈમરજન્સીની સ્થિતિના કારણે આ દુકાન થોડા દિવસ સુધી બંધ છે. અસુવિધા માટે ખેદ છે.'
 
શું કહે છે પોલીસ?
આ તરફ લેન્કેસ્ટર કાઉન્ટી પોલીસને લાગી રહ્યું કે આ ધૃણાસ્પદ અપરાધનો મામલો નથી. જોકે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. વિસ્તારના કાઉન્ટી પોલીસ અધિકારી શેરીફે કહ્યું કે, આ હત્યા રંગભેદથી પ્રેરિત થઈને કરવામાં આવી હોય તેવું મને કોઈ કારણ દેખાઈ રહ્યું નથી.
 
આગળ વાંચોઃ તાજેતરમાં જ ભારતીયો બન્યા છે વંશીય ભેદભાવનો ભોગ...
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Indian To Be Killed At New York By Shooters
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended