Home »NRG »USA» 777 Store Gujarati Clerk Shot In Warner Robins, Man In Serious Condition

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ગોળીબાર, હાલત નાજુક

Agency, Warner Robins | Nov 18, 2016, 21:13 PM IST

વોર્નર રોબિન્સ:છેલ્લા કેટલાક સમયથી વિદેશી ધરતી પર ગુજરાતીઓને ટાર્ગેટ બનાવીને હત્યા કરી દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં જ અમેરિકાના વર્જિનીયા સ્ટેટમાં એક ગુજરાતી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયાની ઘટના સામે આવી હતી. ત્યારે શુક્રવારે સવારના સુમારે અમેરિકાના વોટસન બુલેવાર્ડ 777 સ્થિત આવેલા એક સ્ટોરમાં લૂંટારાઓએ ઘૂસીને વધુ એક ગુજરાતી ક્લાર્કની ગોળી મારી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના સમાચારની વોર્નર રોબિન્સ પોલીસે જાહેરાત કરી હતી. સ્ટોરમાં થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ યુવક પરેશ પટેલની નાની ઉંમરમાં પિતાનું અવસાન થયુ હતું. જ્યારે તેની માતા મહેસાણા જોરનાંગમાં જ રહે છે. 
 
- ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
 
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે, 28 વર્ષીય પરેશ પટેલ નામના વ્યક્તિને ટોરસોમાં ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પરેશ પટેલને ધ મેડિકલ સેન્ટર નવીસેંટ હેલ્થમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, લૂંટારાઓએ લૂંટના ઇરાદે પરેશ પટેલની હત્યા કરી છે. હત્યાના પ્રયાસ સમયે સ્ટોરમાં કોઇ હાજર ન હોવાની વાત પણ પોલીસ જણાવી હતી. 
 
પરિવારનો એક એક સહારો, ઠાલવ્યો રોષ
 
પરેશ પટેલના પિતરાઈ ભાઈએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મહેસાણાના જોરનાંગ મૂળના પરેશભાઈ પટેલ છેલ્લા 14-15 વર્ષથી અમેરિકામાં એકલા વસવાટ કરે છે. તેમની માતા ઈન્ડિયામાં એકલા રહે છે, જ્યારે પરેશની નાની ઉંમરમાં જ પિતાનું અવસાન થયું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે,  પરિવારના એકના એક પુત્રને અશ્વેત યુવકે ગોળી ધરબી દીધી હતી. ગુજરાતમાં જ અભ્યાસ કરીને અમેરિકા ગયેલા પરેશ ભાઈ એક સ્ટોરમાં જોબ કરતા હતા. અમેરિકામાં ગુજરાતી પર થતા હુમલાને લઈને પરિવારે રોષ ઠાલવ્યો હતો.
 
પોલીસ હાલ આ હુમલાનાની તપાસ કરી રહી છે. કોઇ અજાણ્યા વ્યક્તિએ આ અંગે ફોન કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઘટના સંબંધિત વધુ તસવીરો, આ સ્ટોરમાં કામ કરતા હતા પરેશ પટેલ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 777 Store Gujarati clerk shot in Warner Robins, Man in Serious Condition
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended