Home »NRG »USA» 6 Million Dollars Jewelry Stolen In KGK Group Jewellery Show Room New York

US: ગુજરાતીના શો રૂમમાંથી 40 કરોડના દાગીના ચોરાયાં, લૂંટારૂઓ CCTVમાં કેદ

divyabhaskar.com | Jan 05, 2017, 09:36 AM IST

  • શો રૂમમાં ચોરી કરનારા લૂંટારૂઓ પૈકીનો એક શ્વેત દાઢી ધરાવતો હતો
એનઆરજી ડેસ્ક: અમેરિકામાં ભારતીય વેપારીના જ્વેલરી શૉ રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. નવા વર્ષના બીજા દિવસે લૂંટારૂઓ 40 કરોડના કિંમતી દાગીનાઓ ચોરી ગયા હતા.  અમેરિકાના મેનહટન સ્થિત ગ્રેગ રૂથ સ્ટોર શો રૂમમાં નવા વર્ષના બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરીની રાત્રે 10 વાગ્યાની આસપાસ લૂંટારૂઓ ત્રાટક્યા હતા. મોઢા પર માસ્ક સાથે આવેલા આ લૂંટારૂઓએ જ્વેલરી શો રૂમમાંથી આશરે 60 લાખ ડોલર(40 કરોડ રૂપિયા)ના રત્નો અને દાગીનાની ચોરી કરી હતી. 
 
મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળથી થોડે દૂર આવેલા ટાઈમ સ્ક્વેરમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોની સુરક્ષા માટે 7000 જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં હતા. દુર્લભ અને કિંમતી ડાયમન્ડ્સ માટે જાણીતા KGK ગ્રુપના ગ્રેગ રૂથ સ્ટોરમાં ચોરી કરતા લૂંટારૂઓ સર્વેલન્સ કેમેરામાં કેદ થયા છે.
 
- સર્વેલન્સ કેમેરામાં કેદ થયા લૂંટારૂઓ
 
- જાણીતા KGK ગૃપના ગ્રેગ રુથ જ્વેલરી સ્ટોરના સર્વેલન્સ કેમેરામાં લૂંટારૂઓ કેદ થયા હતા.
- શો રૂમમાં ચોરી કરનારા લૂંટારૂઓ પૈકીનો એક શ્વેત દાઢી ધરાવતો હતો.
- ચહેરા પર માસ્ક સાથે આ લૂંટારૂ સર્વેલન્સ કેમેરાની સામે જોતા કેદ થયો છે.
- લૂંટ કરવા આવેલા લૂંટારૂમાનો એક તિજોરી ખોલવા માટે ફોન પર વાત કરતો પણ સીસીટીવીમા કેદ થયો છે.
 
- લૂંટારૂઓ માલસામાન લાવવાના સર્વિસ દરવાજામાંથી ઘૂસ્યા

- 16 માળના ઓફિસ-બિલ્ડિંગના છઠ્ઠા માળ પરના આ જ્વેલરી શોરૂમમાં લૂંટારૂઓ માલસામાન લાવવાના સર્વિસ દરવાજામાંથી ઘૂસ્યા હતા.
- તાળું તોડવા માટે હથોડીનો ઉપયોગ કરતા એક લૂંટારૂઓ કેમેરા પર પણ હથોડી મારી હતી.
- તાળું તોડીને લૂંટારૂઓ ચાર તિજોરી ધરાવતા એક રૂમમાં ઘૂસ્યા હતા.
- આ રૂમમાં બે ખુલ્લી પડેલી તિજોરીમાંથી હિરાજડિત સોનાના બ્રેસલેટ્સ, ઈઅરરિંગ્સ અને નેકલેસની ચોરી કરી હતી.
- આ રૂમની અન્ય બે તિજોરીમાં 70 લાખ ડોલરના મુલ્યની સામગ્રી રાખવામાં આવી હતી.
 
આગળ વાંચો 110 વર્ષ જુનું છે KGK ગૃપ
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Million Dollars jewelry stolen in KGK Group jewellery show room New york
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended