Home »NRG »USA» 3 Gujarati Florida Men Arrested For Theft In Tennessee

USમાં પણ અમદાવાદ જેવું કોલ સેન્ટર કૌભાંડ, ત્રણ ગુજરાતીઓની ધરપકડ

divyabhaskar.com | Oct 26, 2016, 17:54 PM IST

  • ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપી.

 

અમેરિકાઃતાજેતરમાં જ અમદાવાદમાં કોલ સેન્ટર કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં અમેરિકન નાગરિકોને ધમકી આપીને પૈસા પડાવી લેવામાં આવતા હતા. લોન લેવા ઈચ્છુક અને ટેક્સ ભરવાનો બાકી હોય તેવા અમેરિકન નાગરિકોની માહિતી મેળવીને તેમને કોલ કરવામાં આવતા હતા. અમેરિકાના ફ્લોરિડામાં પણ આ પ્રકારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
 

ટીબીઆઈ(ટેનેસી બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) પ્રમાણે, 1 મિલિયન ડોલર(અંદાજે સાડા છ કરોડ રૂપિયાથી વધારે)ની છેતરપિંડીના આરોપમાં ફ્લોરિડાથી ત્રણ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. એજન્ટે કહ્યું કે, ઝડપી લેવામાં આવેલા આ લોકો નાગરિકોને કોલ કરતા હતા અને ડરાવીને અથવા તો ધમકી આપીને પૈસા બેન્કમાં જમાં કરાવવાનું કહેતા હતા. તેઓએ વિલિયમ્સન કાઉન્ટીમાં ખાતું ખોલાવ્યું હતું. ધમકીભર્યા ફોન બાદ લોકો તેમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર પણ કરી દેતા હતા.
 
ગોપાલભાઈ શિવરામદાસ પટેલ(ઉંમર વર્ષ 59), રિપ્તેશ હસમુખલાલ પટેલ(ઉંમર વર્ષ 35), અશોકકુમાર પ્રભાકર રાવલ(ઉંમર વર્ષ 63) એમ ત્રણેય વ્યક્તિ પર ચોરીના 2,50,000 ડોલરની ગેરકાયદે હેરાફેરીનું કાવતરું રચવાનો આરોપ છે. આ ત્રણેયને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા. ગોપાલભાઈ અને રિપ્તેશની ઓરલેન્ડો અને રાવલને ટેમ્પામાંથી દબોચી લીધા હતા.
 
તપાસકર્તા પ્રમાણે, આરોપીઓએ 9,00,000 ડોલર સ્કીમ હેઠળ એકઠા કર્યા હતા અને તેમના મૂળ વિલિયમ્સન કાઉન્ટીના ખાતામાંથી વિદેશી બેન્કના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ શોધી રહી છે કે આ કાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે.
 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો ...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 3 gujarati Florida Men Arrested For Theft In Tennessee
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext