Home »NRG »USA» 19 Prison Over Immigration Marriage Scam In Mississippi

USમાં પટેલોનું લગ્ન કૌભાંડ: ખોટા લગ્ન કરી અપાવતા ગ્રીન કાર્ડ, ચાલતું રેકેટ

divyabhaskar.com | Nov 05, 2016, 14:33 PM IST

અમેરિકાઃગુજરાતીઓ દ્વારા અમેરિકામાં છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી છે. વતનમાં રહેતા પોતાના ફ્રેન્ડ્સ અને બિઝનેસ પાર્ટનર્સને સરળતાથી અમેરિકામાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ મળી જાય એ હેતુથી તેઓ આ ગુનાહિત કૃત્યો આચરતા હતા. ભારતમાં રહેતા તેમના ફ્રેન્ડના અમેરિકી નાગરિકત્વ ધરાવનાર મહિલા સાથે બનાવટી લગ્ન કરાવી દેતા હતા ઉપરાંત ખોટા દસ્તાવેજો પણ કરી આપતા હતા. જો કે, તેઓએ મહિલા સાથે કરાર કરીને તેમને પૈસા પણ આપતા હતા. આ સમગ્ર કૌભાંડમાં બે ગુજરાતીઓ મુખ્ય આરોપી છે, આ મામલે 17 લોકોને કોર્ટે સજા ફટકારી છે. 

આ રીતે ચાલતું આખું કૌભાંડ
 
અમેરિકાના ક્લિંટન મિસિસિપીમાં રહેતા 49 વર્ષીય તરુણકુમાર પુરુષોત્તમભાઈ પટેલ અને  કિંગડમ સિટી, મિઝોરીમાં રહેતા 33 વર્ષીય સચિન ગીરીશ કુમાર પટેલ આ કૌભાંડમાં બે મુખ્ય આરોપીઓ છે. તેઓ એવો રસ્તો અપનાવવા ઈચ્છતા હતા કે, તેમના સર્કલમાં જે લોકો અમેરિકા આવવા ઈચ્છતા હોય તેવા લોકોને અમેરિકામાં કાયમી કરવા માટે ડીલ કરતા હતા. તેઓના નકલી દસ્તાવેજો તૈયાર કરતા, ખોટી સિગ્નેચરો કરતા અને લગ્ન સુદ્ધા કરાવી દેતા હતા. જે એક ગુનાહિત કૃત્યમાં સામેલ છે. હાલ તરુણ અને સચિન સહિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 17 લોકો જેલની સજા કાપી રહ્યા છે.
 
આ રીતે ચાલતું કૌભાંડ

- તેમના જણાવ્યા પ્રમાણે, 2011માં તેમણે તેમના મિત્રો અને બે અમેરિકન મહિલાઓ સાથે બનાવટી લગ્ન ગોઠવ્યાં હતાં.
- 2014માં તરુણ પટેલે જણાવ્યા મુજબ, તેણે મિસિસિપીના એક પોલીસ અધિકારીને લાંચ આપવાની શરૂઆત કરી હતી.
- જેના કારણે ગુનાખોરીના ખોટા રિપોર્ટ્સ તેઓ ઊભા કરી શકે
- આ ઉપરાંત તેના દ્વારા ચોક્કસ ગુનાનો ભોગ બનેલાને ઈમિગ્રેશનના સત્તાવાળાઓ ખાસ વીઝા આપી શકે.
 
10 વર્ષની જેલની સજા

આ બન્ને પટેલોએ, ભૂતપૂર્વ જેક્સન અધિકારી આઈવરી હેરિસ અને ધારાશાસ્ત્રી સિમ્પસન ગુડમેન જેક્સનની કોર્ટમાં કાવતરાં ઘડવા બદલ ગુનેગાર ઠેરવ્યા છે, કારણ કે ખોટા પોલીસ રિપોર્ટ્સ દ્વારા તેમના બે માણસે લાભ મેળવ્યો હતો. આ બન્ને અને ગુડમેનને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બન્નેને બનાવટી લગ્ન અને બનાવટી પોલીસ રિપોર્ટ દ્વારા છેતરપીંડી કરવાના ગુન્હામાં ગુનેગાર ઠેરવ્યા છે. હમણા તાજેતરમાં જ આ કેસમાં સાતમો આરોપી ગુનેગાર ઠેરવાયો છે. આ કૌભાંડમાં વધુ માણસો ગુનેગાર ઠેરાવાયા છે. એપ્રિલમાં આવા બે કેસમાં 19 લોકોને આરોપી બનાવાયા હતા.
 
એક વખતના લેતો 300 ડોલર

અમેરિકાના જેકસન ખાતે ગરીબોની વસ્તી ધરાવતા વિસ્તારમાં એક સ્ટોર ચલાવનાર 50 વર્ષના તરુણ પટેલે જણાવ્યું કે, મેસેચ્યૂસેટ્સથી આવેલા એક મિત્ર વીરેન્દ્ર રાજપૂત માટે તેણે બનાવટી લગ્ન ગોઠવ્યાં હતાં. વીરેન્દ્ર રાજપૂત એક મહિલાને મળ્યો હતો, જે તરુણના સ્ટોરની ગ્રાહક હતી. વીરેન્દ્રે આ મહિલા સાથે લગ્ન કરવાની ઈચ્છા જણાવી હોવાનું તરુણે અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ હેન્રી ટી વિન્ગેટને જણાવ્યું હતું. પટેલે એ પણ જણાવ્યું કે, તે એક વખત લગ્ન કરાવવાના 300 ડોલર વસૂલતો હતો.
 
મહિલાઓને નાણા ચૂકવાતા

- સહેલાઈથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મળી જાય તેના માટે તેમણે લગ્ન કર્યાં હતાં, એમ તરુણના ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું.
- સચિન પટેલે 2013માં ભારતની રેસ્ટોરાંમાં કામ કરતી અન્ય મહિલાને મિત્ર સાથે લગ્ન કરવા સમજાવી હતી.
- ઉપરાંત 2014માં તેમણે આવાં ઘણાં લગ્નો એરેન્જ કરવામાં આવ્યા હતાં.
- પટેલોએ મિત્રો તરફથી આ મહિલાઓને નાણાં ચૂકવવામાં આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફ્રોડ વિઝા અને બનાવટી લગ્નમાં સામેલ આરોપીઓના નામ...


(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 19 prison over immigration marriage scam in Mississippi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended