Home »NRG »UK» Westminster Attack Peace Vigil At Swaminarayan Temple Boston

લંડન આતંકવાદી હુમલોઃ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો શ્રદ્ધાંજલી કાર્યક્રમ

divyabhaskar.com | Mar 28, 2017, 17:37 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):લંડનમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે બોલ્ટનના સ્વામિનારાયણ મંદિર ખાતે બોલ્ટન ઈન્ટરફેઈથ કાઉન્સિલ અને ફેઈથ ઓર્ગેનાઈઝેશનના રેપ્રિઝેન્ટટિવ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલ્ટલ કાઉન્શીલ સહિત મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોએ જ્યોત પ્રગટાવીને તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી.
 
શું છે સમગ્ર ઘટના

22મી માર્ચે લંડનમાં થેમ્સ નદી પર બનેલા વેસ્ટમિન્સ્ટર બ્રિજ બપોરના સમયે એક હુમલાખોરે સ્પીડમાં કાર ચલાવીને 40 જેટલાં લોકોને કચડ્યા હતા. જે પૈકી ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. બ્રિજ પાર કરીને હુમલાખોરની કાર બ્રિટિશ સંસદની રેલિંગ સાથે અથડાઇ હતી. બાદમાં કારમાંથી નીકળીને હુમલાખોરે એક પોલીસ ઓફિસર પર ચાકૂથી હુમલો કરીને તેની હત્યા કરી, બાદમાં પોલીસ ફાયરિંગમાં હુમલાખોરનું મોત થયું હતું.
 
આગળ જુઓ, શ્રદ્ધાંજલી કાર્યક્રમની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Westminster Attack Peace Vigil at swaminarayan temple boston
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended