Home »NRG »UK» Wembley Park Hosted The Annual Brent Fireworks Display

UK: વેમ્બલી પાર્ક ખાતે ફટાકડાની આતશબાજીથી સર્જાયો નયનરમ્ય નજારો, ઉમટ્યું લંડન

Suryakant Jadva | Nov 28, 2016, 15:55 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):વેમ્બલી પાર્ક ખાતે વાર્ષિક ફટાકડા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે એક નોંધનીય ઈવેન્ટ હતી. બપોરે ત્રણ વાગ્યાથી ડાન્સ, સંગીતકારોનું લાઈવ પર્ફોમન્સ ઉપરાંત માઉથ વોટરિંગ, સ્ટ્રીટ ફૂડ અને ટેસ્ટી ક્રાફ્ટ બિયરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વેમ્બલિ ફાયરવર્ક્સ પહેલા વોર્મિંગ ડ્રિંક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 18000 લોકોએ આ ઈવેન્ટ માણી હતી.
 
આતશબાજીથી આકાશ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ભાગ લેનારા દર્શકો માટે આકાશી આતશબાજીની આ એક યાદગાર ક્ષણ રહી હતી. વેમ્બલી સ્ટેડિયમ ખાતે આ નયનરમ્ય નજારો જોવા માટે આખું લંડન ઉમટી પડ્યું હતું. વેમ્બલી ખાતે સંગીતકારો દ્વારા પ્લે કરવામાં આવેલા સંગીત અનુસાર આતશબાજી થઈ હતી. આ અદભૂત ઈવેન્ટ નાઈટને લોકો ખાતરીપૂર્વક યાદ રાખશે.
 
બ્રેન્ટ તથા વિવિધ સમુદાયના લોકોએ ઈવેન્ટમાં હાજરી આપી હતી. બ્રેન્ટના લીડર Cllr મુહમ્મદ બટ્ટ લોકો સાથે     એકીકૃત થયા અને સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. બ્રેન્ટના મેયર Cllr પરવેઝ અહેમદ અને ભારચીય રેસિંગ ડ્રાઈવર અદ્વૈત દેવધરે પણ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Wembley Park hosted the annual Brent fireworks display
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext