Home »NRG »UK» Vijay Patel Building Nominates For Two New Awards In Leicester London

લંડનની આ આલિશાન બિલ્ડીંગનું ગુજરાતીએ કર્યું દાન,એવોર્ડ માટે થઈ પસંદગી

divyabhaskar.com | Apr 11, 2017, 16:39 PM IST

  • ગત વર્ષે પૂર્ણ થયું હતું બિલ્ડીંગનું નિર્માણ કાર્ય
લંડનઃડી મોંટફોર્ટ યૂનિવર્સિટી લિસેસ્ટર(ડીએમયૂ)ના કલા અને ડિઝાઇનના અભ્યાસક્રમો માટે બનાવવામાં આવેલી આલિશાન બે બિલ્ડીંગને વધુ બે એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ઈસ્ટ મિડલેંડ્સ માટે લોકલ ઓથોરિટી બિલ્ડીંગ કન્ટ્રોલે 2017 બિલ્ડીંગ એક્સલન્સ એવોર્ડમાં Best Educational Building અને Best Large Commercial Project બન્ને માટે વિજય પટેલ બિલ્ડીંગની પસંદગી કરી છે. આ બિલ્ડીંગ ડો. વિજય પટેલ અને તેમની પત્નીએ ડીએમયૂના ઈતિહાસમાં વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું સૌથી મોટું દાન છે.
 
શિક્ષણ માટે ગુજરાતીએ દાનમાં આપી છે બિલ્ડીંગ

આ કેટેગરીઝ વેલ-મેનેજ્ડ બાંધકામ પ્રોજેક્ટ હતો તેમજ સ્થાનિક પર્યાવરણની દ્રષ્ટિએ તેની ડિઝાઈન કેટલી સંવેદનશીલ છે, તેની સાથે સાથે નવીનીકરણ અને સ્થિરતા પણ દર્શાવે છે. ડીએમયૂના કલા અને ડિઝાઈનના અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને નવી બિલ્ડીંગમાં ખસેડવાની સાથે વિજય પટેલ બિલ્ડીંગનું કામ ગત વર્ષે પૂર્ણ થયું હતું. Waymade Healthcareના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. વિજય પટેલના નામ પર આ બિલ્ડીંગનું નામ આપવામાં આવ્યું છે. ડીએમયૂના લીસેસ્ટર સ્કૂલ ઓફ ફાર્મસીમાંથી ગ્રેજ્યુએટ ડો. પટેલ અને તેમની પત્નીએ ડીએમયૂના ઈતિહાસમાં વ્યક્તિઓ દ્વારા સૌથી મોટું દાન આપ્યું છે.
 
'નોમિનેશન મળતા થયો ગર્વ'

ડીએમયૂમાં એસ્ટેટ્સ અને કોમર્શિયલ સર્વિસના ડિરેક્ટર ઉમેશ દેસાઈએ કહ્યું કે, અમે અહીંયા અભ્યાસ કલા અને ડિઝાઈનના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સાચે જ સર્જનાત્મક નિર્માણ કરવા માંગતા હતા. અમે ઈમારત અને પર્યાવરણનું પણ નિર્માણ કરવા માંગતા હતા જેની ક્રેડિટ લીસેસ્ટરને ફાળે જાય છે. અમને આ નોમિનેશન મળતા ગર્વ થાય છે, જે અમારા દ્વારા કરવામાં આવેલા કામ માટે એક વસિયતનામું છે. 
 
અગાઉ પણ મળી ચૂક્યા છે એવોર્ડ

આ બિલ્ડીંગ અગાઉથી જ એવોર્ડ વિજેતા છે, જેને શહેરના સિવિક સોસાયટીએ લીસેસ્ટરમાં સૌથી સારી બિલ્ડીંગનું નામ આપ્યું છે. લીસેસ્ટર સિવિક સોસાયટીએ વિજય પટેલ બિલ્ડીંગને અત્યંત પ્રભાવશાળી અને આધુનિક જણાવી હતી. અને તેને લીસેસ્ટર શહેરના ઐતિહાસિક ઐતિહાસિક ધ બિલ્ટ એન્વાયરમેન્ટના પૂરક માટે 2016નો નિર્માણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સોસાયટીએ બાથ લેનમાં આવેલી Friars Millના નવીનીકરણ માટે પણ ડીએમયૂ રિસર્ચ, બિઝનેસ અને ઈનોવેશ ઓફિસને સન્માન આપવામાં આવ્યું હતું.
 
આગળ જુઓઃ આ આલિશાન બિલ્ડીંગની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vijay Patel Building nominates for two new awards in Leicester london
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended