Home »NRG »UK» UK Indian Origin Womans Dead Body Found In Suitcase

બ્રિટનમાં ગુજરાતી મહિલાની હત્યા, સુટકેસમાં મળી લાશ, પૂર્વ પતિની ધરપકડ

Suryakant Jadva | Feb 21, 2017, 18:59 PM IST

  • કિરણ ડોડીયા, ઈન્સેટમાં કિરણનો પૂર્વ પતિ અશ્વિન
એનઆરજીડેસ્કઃબ્રિટનના એક કોલ સેન્ટરમાં જોબ કરતી ગુજરાતી મહિલાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો છે. સુટકેસ લેસ્ટરશાયરની ક્રોમર સ્ટ્રીટમાં તેના ઘરની પાસે આવેલી એક શેરીમાં ફેંકવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં મહિલાના પૂર્વ પતિની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરીને હત્યા પાછળનું કારણ શોધી રહી છે. મહિલા બે બાળકોની માતા હતી.
 
ફોરેન્સિક ટીમને મળ્યા મહત્વની કડીઓ

- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહિલાની ઓળખાણ કિરણ ડોડીયા તરીકે થઈ, તે 46 વર્ષની હતી. કિરણ 17 વર્ષથી નેક્સ્ટ કોલ સેન્ટરમાં જોબ કરી રહી હતી.
- લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું કે, મર્ડરના આરોપમાં કિરણના પૂર્વ પતિ અશ્વિનની ધરપકડ કરી છે. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
- અશ્વિન અને કિરણના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા. 2015માં બન્નેએ ડિવોર્સ લઈ લીધા હતા. તેઓએ તેમનું જૂનું ઘર પણ તેમના કોઈ જાણકારને વેચી દીધું હતું.
- પોલીસે ક્રોમર સ્ટ્રીટને સીલ કરીને સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમને ઘટના સ્થળેથી મહત્વની કડીઓ મળી છે, ત્યારબાદ ડોર-ટૂ-ડોર તપાસ ચાલુ રાખી છે.
- પોલીસને પોસ્ટમોર્ટર રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે. પોલીસ એવા સાક્ષીની તપાસ કરી રહી છે, જેણે આરોપીને સુટકેસ ફેંકતા જોયો હોય.
 
બે બાળકોની માતા હતી કિરણ

- કિરણ અને અશ્વિનને બે દિકરા છે. પોલીસે બન્નેના  નિવદનો પણ નોંધ્યા છે. તેઓએ કહ્યું કે, મમ્મી બહુ પ્રેમ કરતી હતી.
- કોલ સેન્ટર નેક્સ્ટના સ્પોક્સપર્સને કહ્યું કે, 'કિરણ અમારી ટીમની સૌથી સારી એમ્પોલઈ હતી. અમે તેને કાયમ યાદ કરીશું અને પોલીસને તપાસમાં પૂરી મદદ કરીશું.'
 
પાડોશીઓએ શું કહ્યું?

- મહિલાની પાડોશી જસબીર કૌરે કહ્યું કે, 'અમે ઘટના બાદ બહુ ડરી ગયા છીએ. મેં ગુમ થયેલી મહિલાની બહેન સાથે વાત કરી હતી. છેલ્લે મંગળવારે તેણે બહેનને જોઈ હતી. તે ઓફિસ ગઈ અને પછી ઘરે પાછી આવી જ નહીં.'
- એક શોપકીપર કે. વિજયે જણાવ્યું કે, 'મને શોપ પર આવ્યાને હજુ થોડીક જ વાર થઈ હતી કે અહીયા મેં બહુ બધા પોલીસ કર્મચારીઓને જોયા. તેઓએ કહ્યું કે, એક મહિલા ગુમ છે અને દુકાનના સીસીટીવી ચેક કર્યા.'
 
આગળ જુઓ ઘટનાની વધુ તસવીરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UK Indian origin womans dead body found in suitcase
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended